Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

મુંબઈની જુમ્મા મસ્જિદમાં હવે મહિલાઓ નમાજ પણ અદા કરી શકશે:ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ

મોટા ભાગની મસ્જિદોમાં મહિલા નમાઝ પઢી શકતી નથી: આ મસ્જિદમાં મહિલાને આપવામાં આવી છે છૂટી

મુંબઈ શહેરની એક મસ્જિદમાં મહિલાઓની નમાજ પઢવાની સુવિધાની શરુઆત કરવામાં આવી છે. મુંબઈની જુમ્મા મસ્જિદમાં હવે મહિલાઓ ન માત્ર પ્રવેશ કરી શકશે, પરંતુ તેઓ મસ્જિદમાં નમાજ પણ અદા કરી શકશે.

દક્ષિણ મુંબઈના સૌથી મોટા અને પ્રસિદ્ધ બજારોમાંના એક ક્રોફર્ડ માર્કેટમાં સ્થિત જુમા મસ્જિદ (જામા મસ્જિદ) જુની મસ્જિદોમાંની એક છે. ભીડભાડ વાળા બજારમાં સ્થિત આ મસ્જિદમાં રોજના સેંકડો લોકો નમાજ પઢવામાં આવે છે. પરંતુ હવે આ મસ્જિદને મહિલાઓ માટે જે પગલા લીધા છે તેની ઘણી સરાહના કરવામાં આવી રહી છે. મસ્જિદ ટ્રસ્ટ અનુસાર હવે આ મસ્જિદમાં મહિલાઓને નમાજ પઢવા માટેની ખાસ વ્યવ્સથા કરી છે.

 

દશકાઓ જુની આ મસ્જિદ 3 માળની છે, જેના ગ્રાઉન્ડ ફ્લોર પર મહિલાઓને નમાજ માટે અલગ જગ્યા બનાવી આપી છે. આ સુવિધા તે મહિલાઓ માટે ખાસ છે જે બજારોમાં ખરીદારી કે બીજા અન્ય કામોના લીધે ચાલીને ઘરથી દુર જાય છે પરંતુ નમાજના સમયે નમાજ અદા નથી કરી શકતી. મસ્જિદની આ પહેલથી મુસ્લિમ મહિલાઓ ઘણી ખુશ છે. મહિલાઓનું કહેવું છે કે કુરાનમાં મહિલાઓને મસ્જિદોમાં નમાજ પઢવાની ના નથી પાડી, પરંતુ કેટલાક ઈસ્લામના ઠેકેદારોને આ પ્રકારની વાતો કહીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મહિલાઓ આ વાતથી ખુશ છે કે જુમા મસ્જિદની આ પહેલથી હવે તેઓને શહેરની બીજી મસ્જિદોમાં પણ નમાજ પઢવાની સુવિધા મળી શકશે.

જુમા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી શોએબ ખાતિબે જણાવ્યું કે તેમની મસ્જિદ ઘણી મોટી છે અને ઘણી જગ્યા પણ છે.  તેથી તેઓેએ પોતાના મૌલવી-મૌલાના અને ટ્રસ્ટના અન્ય લોકો જોડે વિચાર-વિમર્શ કર્યો, જેમાં મહિલાઓને અલગ નમાજ પઢવાની સુવિધા આપવાની વાત પર સંમતિ થઈ હતી અને મહિલાઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. શોએબને પુછવામાં આવ્યું કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદોમાં નમાજ પઢવાની રજા કેમ નહિં ? તો તેઓેએ સ્પ્ષ્ટ જણાવ્યું કે ઈસ્લામમાં એક નિયમ છે કે જેને સૌ કોઈએ પાલન કરવું જોઈએ. મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવા માટે જે નિયમ છે જેમકે અન્ય પુરુષની નજર ના પડે, તેઓ પુરુષોથી અલગ નમાજ પઢે, આ નિયમોંનું પાલન થવું જરુરી છે.  આ પગલામાં અમે આ બધા નિયમોનું પાલન કર્યુ છે. આ વાતને સુનિશ્ચિત કર્યા પછી ટ્રસ્ટની તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો. ટ્રસ્ટના ચેરમેન શોએબ પણ આ વાતથી ખુશ છે કે તેમની આ પહેલથી બીજી મસ્જિદોમાં પણ મુસ્લિમ મહિલાઓને નમાજ પઢવાની સુવિધા આપવા પર વિચાર કરશે.

(9:55 pm IST)