Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સૌથી ઝડપથી વધતા બ્‍લેક હોલની વૈજ્ઞાનિકોએ શોધ કરી : સૂર્ય કરતા ૩ અબજ ગણો મોટો બ્‍લેક હોલ

સૌરાષ્‍ટ્રના ગ્રહોની તમામ ભ્રમણકક્ષાને સમાવી શકે તેવો બ્‍લેકહોલ

નવી દિલ્‍હી : વૈજ્ઞાનિકોએ સૌથી ઝડપીથી વધતા બ્‍લેક હોલની વૈજ્ઞાાનકોએ શોધ કરી છે આ બ્‍લેક હોલ સૂર્ય કરતા ૩ અબજ ગણો મોટો છે

અંતરિક્ષમાં આજે પણ એવા ઘણા રહસ્ય છે, જેના વિશે મનુષ્યને ખબર જ નથી. તાજેતરમાં ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી (ANU)ના વૈજ્ઞાનિકોએ નવ અબજ વર્ષોથી સૌથી ઝડપથી વધતા બ્લેક હોલની શોધ કરી છે. આ એટલો શક્તિશાળી છે કે દર સેંકડ પૃથ્વીની સમકક્ષ વધી રહ્યું છે. તેનું દ્રવ્યમાન પણ સૂર્ય કરતાં 3 અબજ ગણું વધારે જણાવવામાં આવી રહ્યું છે. સંશોધકોનું કહેવું છે કે, બ્લેક હોલને અંધારાવાળા વિસ્તારોમાં ટેલિસ્કોપની મદદથી સરળતાથી જોઈ શકાય છે.

આ રિસર્ચ arXiv જર્નલમાં પ્રકાશિત થયું છે. વૈજ્ઞાનિકોના અનુસાર, એક ખાસ પ્રકારના તારાઓની શોધ દરમિયાન આ બ્લેક હોલ મળી આવ્યો. લીડ રિસર્ચર ક્રિસ્ટોફર ઓંકેનનું કહેવું છે કે, આ પ્રકારના ઓબ્જેક્ટની શોધ વૈજ્ઞાનિકો 50 વર્ષથી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ ઘણા બ્લેક હોલ્સની શોધ કરી છે, પરંતુ તેઓ આ બ્લેક હોલ ચૂકી ગયા.

થોડા મહિના પહેલા જ સંશોધકોએ આપણા મિલ્કી વે ગેલેક્સીમાં Sagittarius A* નામના બ્લેક હોલની શોધ કરીહતી. તે આકાશગંગાની મધ્યમાં સ્થિત છે. સંશોધકોના મતે, અત્યારે જે બ્લેક હોલ મળ્યો છે તેની સરખામણીએ 500 ગણો મોટો છે. શોધમાં સામેલ સેમ્યુઅલ લાઈ જણાવે છે કે, આ બ્લેક હોલ એટલો મોટો છે કે તે આપણા સૌરમંડળના ગ્રહોની તમામ ભ્રમણકક્ષાને સમાવી શકે છે.

અન્ય બ્લેક હોલ્સની જેમ હમણાં મળેલ બ્લેક હોલ ઘણો તેજસ્વી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તે આકાશગંગાના તારાઓ કરતા 7 હજાર ગણો ચમકદાર છે. ઓંકેનનું કહેવું છે કે, થઈ શકે છે કે બે આકાશગંગા એકબીજા સાથે ટકરાય ગયા હોય. તેના કારણે બ્લેક હોલને પોતાની અંદર સમાવવા માટે અંતરિક્ષના ઘણા ઓબ્જેક્ટ્સ મળી ગયા છે, જેનાથી તે વધારે ચમકદાર થઈ ગયો છે.

(12:00 am IST)