Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દરોડા દરમિયાન સેક્‍સ વર્કરોની ધરપકડ ન કરો : કોઇ દંડ લાદશો નહીં

મદ્રાસ હાઇકોર્ટે આરોપીને છોડી મૂક્‍યાં

ચેન્નાઈ,તા.૨૦: સેક્‍સ વર્કર્સની ધરપકડ ન થવી જોઈએ દેશની સુપ્રીમ કોર્ટે સેક્‍સ વર્કર્સને લઈને ભૂતકાળમાં મોટો નિર્ણય લીધો હતો. કોર્ટે આદેશ આપ્‍યો હતો કે જેઓ સંમતિથી આ કામ કરે છે તે સેક્‍સ વર્કર અને તેમના ગ્રાહકો સામે પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે નહીં. સેક્‍સ વર્કર પણ કાયદા સમક્ષ સન્‍માન અને સમાનતાના હકદાર છે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટના આ આદેશને ટાંકીને મદ્રાસ હાઈકોર્ટે સેક્‍સ રેકેટ ચલાવી રહેલા વ્‍યક્‍તિને મુક્‍ત કરતી વખતે કેસ નોંધવાનો ઈન્‍કાર કરી દીધો છે. તે જ સમયે, કોર્ટે એ પણ કહ્યું છે કે દરોડા દરમિયાન, સેક્‍સ વર્કરોની ધરપકડ ન થવી જોઈએ, ન તો તેમના પર કોઈપણ પ્રકારનો દંડ લગાવવો જોઈએ.

સેક્‍સ વર્કર્સની ધરપકડ ન થવી જોઈએ જસ્‍ટિસ એન સતીશ કુમારે કહ્યું કે મસાજ પાર્લરના નામે ચાલતી સંબંધિત જગ્‍યા ગેરકાયદેસર હતી પરંતુ તે કોઈ અન્‍ય દ્વારા ચલાવવામાં આવે છે. અરજદારને આ માટે ફસાવી શકાય નહીં. તેણે સેક્‍સ વર્કરને કામ કરવા માટે મજબૂર કર્યાના કોઈ આરોપનો સામનો કરવો પડ્‍યો ન હતો, ન તો તેણે કોઈ સેક્‍સ વર્કરને બળજબરીથી આ કામ કરવા કહ્યું હતું.

બીજી તરફ, અરજદારે એવી રજૂઆત કરી હતી કે પોલીસ દ્વારા કરાયેલા આક્ષેપો મુજબ તે સંબંધિત સ્‍થળે સેક્‍સ વર્કર પાસે ગયો હતો, તો પણ સુપ્રીમ કોર્ટે આ કૃત્‍ય સ્‍વેચ્‍છાએ કર્યું હોય તો તેને ગુનો જાહેર કર્યો નથી. . તેથી તેને કોઈ સજા આપી શકાય નહીં. હાઈકોર્ટે તેની અરજી સ્‍વીકારી કેસ રદ કર્યો હતો અને તેને મુક્‍ત કરવાનો આદેશ કર્યો હતો.

(10:09 am IST)