Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૦૧

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

માતા - પિતા

ગુંરૂર્જીએફ હમેશા કહેતો, ‘‘જો તમારા માતા-પિતા સાથે વ્‍યવહાર નહી હોય તો તમે જીવનને ચૂકી જશો'' જો તમારા અને તમારા માતા-પિતા વચ્‍ચે કઇક કડવાશ હશે તો તમે શાંતી નહી અનુભવી શકો તમે જયાં પણ હશો તમને થોડો અપરાધભાવ મહેસુસ થશે તેમ માફ કરવા અને ભૂલી જવા માટે શકતીમાન નહી રહો માતા-પિતા ફકત સામાજીક સબંધ નથી તેના દ્વારા તમે આવ્‍યા છો. તમે તેનો એક ભાગ છો વૃક્ષની એક ડાળ તમારા મૂળ તેમાં છુપાયેલા છે.

જયારે માતા-પિતા મરે છે, તમારી અંદર પણ ખૂબજ  ઉંડે કઇક મહી જાય છે. જયારે માતા-પિતા મરે છે ત્‍યારે---પહેલીવાર તમને એકલતા લાગે છે તેથી તેઓ જયારે જીવતા હોય ત્‍યારે તમારાથી જે કઇ પણ થઇ શકતુ હોય તે કરો જેથી સમજણ ઉત્‍પન્‍ન થાય અને તમે તેઓની સાથે વાત કરી શકો અને તેઓ તમારી સાથે વાત કરી શકે પછી---હીસાબ બહાર થઇ જશે પછી એક દિવસ જયારે તેઓ આ દુનિયા છોડીને જતા રહેશે તો તમને અપરાધ ભાવ નહી થાય તમે જાણો છો કે બધુ બરાબર છે તેઓ તમારી સાથે ખૂશ હતા. તમે તેઓ સાથે ખૂશ હતા.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:19 am IST)