Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

૨૪ કલાકમાં ૧૨૭૮૧ નવા કેસઃ ૧૮ લોકોના મોત

સાવધાનઃ ભારતમાં કોરોનાના એક્‍ટિવ કેસ ૭૬ હજારને પાર

નવી દિલ્‍હી, તા.૨૦: ભારત કોરોના સંક્રમણના છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૭૮૧ નવા કેસો સામે આવ્‍યા છે. આ જાણકારી સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય તરફથી સોમવારે સવારે આવ્‍યા છે. તેની સાથે જ એક્‍ટિવ કેસ દેશમાં વધીને ૭૬,૭૦૦ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં તેમા ૪૨૨૬નો વધારો થયો છે. તો વળી આ સમયગાળામાં દેશમાં કોરોનાથી ૧૮ લોકોના મોત પણ થયા છે. તેની સાથે જ દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્‍યા વધીને અત્‍યાર સુધીમાં ૫ લાખ ૨૪ હજાર ૮૭૩ થઈ ગઈ છે.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા અનુસાર ભારતમાં દૈનિક સંક્રમણ દર વધીને ૪.૩૨ ટકાએ પહોંચી ગયો છે. જ્‍યારે સાપ્તાહિક સંક્રમણ દર હાલમાં પણ ૨.૬૨ ટકા છે. દેશમાં કોવિડ ૧૯ના છેલ્લા સાત દિવસમાં લગભગ ૮૦,૦૦૦ નોંધાયા છે. જે છેલ્લા ચાર મહિનામાં સૌથી વધારે છે. તો વળી આ અગાઉના અઠવાડીયાની સરખામણીએ નવા કેસોમાં ૬૨ ટકાનો વધારો નોંધાયો છે.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા અ નુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૩૭ લોકો બિમારીમાંથી સાજા થઈ ગયા છે. આ ઉપરાંત રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં કોવિડ વેક્‍સિના ૧૯૬ કરોડથી પણ વધારે ડોઝ લગાવામાં આવ્‍યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૮૦,૧૩૬ ડોઝ આપવામાં આવ્‍યા છે. ઉપરાંત ૨૪ કલાકમાં ૨,૯૬,૦૫૦ કોરોના ટેસ્‍ટ પણ કરાવામાં આવ્‍યા છે.

(11:25 am IST)