Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

માત્ર પૈસો હોય એટલે પત્નીનું સુખ મળે તેવું જરૂરી નથી : દુનિયાના સૌથી વધુ શ્રીમંત સાત અમીરોમાંથી પાંચે છૂટાછેડા લીધેલા છે : વિશ્વના સાતમા નંબરના સૌથી વધુ અમીર સર્ગેઈ બ્રિન બીજી પત્નીથી પણ છૂટાછેડા લઇ રહ્યા હોવાના અહેવાલ

વોશિંગટન : માત્ર પૈસો હોય એટલે પત્નીનું સુખ મળે તેવું જરૂરી નથી . વિશ્વના સાતમા નંબરના સૌથી વધુ અમીર સર્ગેઈ બ્રિન બીજી પત્નીથી પણ છૂટાછેડા લઇ રહ્યા હોવાના અહેવાલ આવ્યા છે. ટોપ સાત અમીરોમાં પાંચની આવી જ હાલત છે.

આ લિસ્ટની વાત કરીએ તો એલોન મસ્ક, જેફ બેઝોસ, બર્નાર્ડ આર્નોલ્ટ, બિલ ગેટ્સનું નામ સામેલ છે. હવે આ યાદીમાં સર્ગેઈ બ્રિનનું નામ સામેલ થઈ ગયું છે.
અન્ય અમીર વ્યક્તિનું અંગત જીવન સમાચારોમાં રહે છે. આ બધું ત્યારે સામે આવ્યું છે જ્યારે ગૂગલના કો-ફાઉન્ડર અને વિશ્વના સાતમા સૌથી ધનિક વ્યક્તિ સેર્ગેઈ બ્રિન તેમની બીજી પત્નીથી છૂટાછેડા લઈ રહ્યા છે.

સર્ગેઈએ નવેમ્બર 2018માં નિકોલ શાનાહન સાથે લગ્ન કર્યા અને તે જ વર્ષે નિકોલે એક પુત્રીને જન્મ આપ્યો. હવે આ કપલ અલગ થઈ રહ્યું છે અને તેમના છૂટાછેડા હેડલાઈન્સમાં છે. આ સાથે હવે વિશ્વના ટોચના સાત અમીર લોકોમાંથી પાંચના છૂટાછેડા થઈ ગયા છે.

હકીકતમાં, ગૂગલના કો-ફાઉન્ડર અને વિશ્વના સાતમા સૌથી ધનિક વ્યક્તિ સર્ગેઈ બ્રિન અને તેમની બીજી પત્ની નિકોલ શાનાહાને કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. સર્ગેઈ 8.23 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને 15 ડિસેમ્બર 2021થી અલગ રહે છે. શાનાહન એક વકીલ અને ઉદ્યોગસાહસિક છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે મતભેદ એટલા વધી ગયા છે કે હવે તેઓએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.

સર્ગેઈ આ છૂટાછેડાને સંપૂર્ણ રીતે ગોપનીય રાખવા માંગે છે, કારણ કે તેને લાગે છે કે જો છૂટાછેડા વિશેની માહિતી બહાર આવે છે, તો પુત્રીને હેરાન કરવાની અથવા તેનું અપહરણ થવાની સંભાવના છે. એટલું જ નહીં, દૈનિક ભાસ્કરે પોતાના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ કારણે તેણે એક ખાનગી ન્યાયાધીશની નિમણૂક કરી છે, જે કેસની સુનાવણી જલ્દી કરાવવામાં મદદ કરશે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:47 am IST)