Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

‘અગ્નિપથ'... દિલ્‍હીમાં ભયાનક ટ્રાફિકજામ

અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્‍યું હતું, જેની અસર જોવા મળી રહી છે. દિલ્‍હીને અડીને આવેલી વિવિધ સરહદો પર એક કિલોમીટર લાંબો જામ જોવા મળી રહ્યો છે. દિલ્‍હીને અડીને આવેલા નોઈડા, ગુરુગ્રામની બોર્ડર પરથી જામની ભયાનક તસવીર સામે આવી રહી છે.

 જણાવી દઈએ કે અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા વિવિધ વિદ્યાર્થીઓની સાથે વિપક્ષી દળોએ પણ આજે ભારત બંધનું એલાન કર્યું હતું. આમાં મુખ્‍ય ધ્‍યાન દિલ્‍હી પર હતું.

વિવિધ સંગઠનોએ દિલ્‍હી જવાની વાત કરી હતી. જેને ધ્‍યાનમાં રાખીને પોલીસ સતર્ક થઈ ગઈ હતી. સવારથી જ દિલ્‍હી તરફ જતા લોકોની કડક તપાસ શરૂ થઈ ગઈ. બેરિકેડિંગને કારણે અનેક જગ્‍યાએ વાહનો રખડતા જોવા મળ્‍યા હતા, જેના કારણે લાંબો જામ થયો હતો.

ગુરુગ્રામમાં, ઓફિસ સમય દરમિયાન વહેલી સવારે લાંબી જામ હતી. અગ્નિપથ યોજનાના વિરોધમાં કેટલાક સંગઠનો દ્વારા દેશવ્‍યાપી ઁભારત બંધઁના એલાન વચ્‍ચે દિલ્‍હી-ગુરુગ્રામ બોર્ડર પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્‍યો હતો. આ જામ માત્ર દિલ્‍હી જવાના રસ્‍તે જ રહ્યો હતો. વાસ્‍તવમાં, દિલ્‍હી પોલીસે સરહદ પર કડકાઈ કરી છે.

દિલ્‍હી-નોઈડા બોર્ડર પર પણ જામની સમસ્‍યા જોવા મળી હતી. અહીં ચિલ્લા બોર્ડર નોઈડા-દિલ્‍હી લિંક રોડ પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્‍યો હતો. આ અંગે નોઈડાના એડીસીપી રણવિજય સિંહે કહ્યું કે અમારી પાસે ભારત બંધ માટે ઘણા બધા ઈનપુટ છે, તે મુજબ અમે અમારી તમામ વ્‍યવસ્‍થા કરી લીધી છે. અમે બધા બોર્ડર પર તૈનાત છીએ.તેમણે કહ્યું કે અમે એ સુનિ?તિ કરીશું કે દિલ્‍હીમાં કાયદો અને વ્‍યવસ્‍થાને -ભાવિત કરનાર કોઈપણ પ્રદર્શનકારી આ સરહદની અંદર ન આવે.

ભારત બંધના એલાનને કારણે અન્‍ય રાજ્‍યોમાં પણ સુરક્ષા વ્‍યવસ્‍થા સઘન કરવામાં આવી છે. બિહારના પટનામાં ડાક બંગલા ચોક પર સુરક્ષા દળો તૈનાત છે. તે જ સમયે પંજાબના અમળતસરમાં એસએચઓ અમોલકદીપે કહ્યું કે ‘ભારત બંધ'ના એલાનને ધ્‍યાનમાં રાખીને અમળતસર રેલ્‍વે સ્‍ટેશન પર સુરક્ષા કડક કરવામાં આવી છે. આ યોજના આરપીએફ, જીઆરપી અને રેલવે ઈન્‍ટેલિજન્‍સ સાથે સંકલન કરીને બનાવવામાં આવી છે જેથી કોઈ અસામાજિક તત્‍વ કોઈપણ પ્રકારની તોડફોડ કરી ન શકે.

(3:32 pm IST)