Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રામ મંદિર નિર્માણમાં દાન પેટે મળેલા રૂપિયામાંથી ૨૨ કરોડના ચેક બાઉન્સ

ભગવાન સાથે પણ છેતરપીંડીઃ અત્યાર સુધીમાં કુલ ૫૪૫૭.૯૪ કરોડ રૂપિયા એકઠા થયા છે

અયોધ્યા, તા.૨૦: અયોધ્યામાં નવનિર્માણ થઈ રહેલા ભગવાન રામના મંદિર માટેનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, તેને લઈને સમગ્ર દેશમાં લોકો ઉદાર હાથે દાન આપી રહ્યા છે. જો કે આ દાન અલગ અલગ માધ્યમથી સ્વિકારવામાં આવી રહ્યું છે. જો કે, ઘણા એવા લોકો પણ છે, જે ચેક આપી રહ્યા છે. તેમાંથી કરોડો રૂપિયાના ચેક બાઉન્સ થયા છે.

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી ચલાવામાં આવચા નિધિ સમર્પણ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ ૫૪૫૭.૯૪ કરોડ રૂપિયા એકઠા થઈ ચુક્યા છે. જો કે, આ સંખ્યા અંતિમ નથી, કારણ કે, જિલ્લાવાર ઓડિટનુ કામ હજૂ પણ ચાલું છે. હાલમાં અખિલ ભારતીય સ્તરથી ફંડ એકત્રિકરણનું મોનિટરીંગ કરી રહેલી ટીમની ગણતરી એક ટેન્ટિવ રિપોર્ટમાં સામે આવી છે. તે અનુસાર શ્રીરામ મંદિર માટે દાન કરનારા લોકોમાં લગભગ ૨૨ કરોડથી વધારે ચેક એવા છે, જે બાઉન્સ થઈ ગયા છે. તેને અલગ કરીને એક અન્ય રિપોર્ટ બનાવામાં આવી રહ્યો છે.

રિપોર્ટ દ્વારા ચેક બાઉન્સ થવાના કારણો શોધવામાં આવી રહ્યા છે. ટેકનિકલ કારણોથી બાઉન્સ થનારા ચેકને બેંક સાથે બેસીને ફરી વાર રિપ્રેજેંટ કરવામા આવશે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કૂપનો તથા રસીદ દ્વારા ૨૨૫૩.૯૭ કરોડનું ભંડોળ ભેગુ થયું છે. આવી જ રીતે ડિજિટલ માધ્યમોથી ૨૭૫૩.૯૭ કરોડ તથા એસબીઆઈ-પીએનબી તથા બીઓબીના બચત ખાતામાં લગભગ ૪૫૦ કરોડ રૂપિયાની રકમ ભેગી થઈ છે. ટ્રસ્ટ તરફથી ભંડોળ માટે દશ, સૌ, તથા એક હજારના કૂપન છપાવ્યા હતા. આ ઉપરાંત ઘણી રકમ રસીદ દ્વારા પણ આવી છે.  ર્ટ્સ્ટના મહાસચિવ ચંપત રાય તરફથી તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, દશ રૂપિયાના કૂપનથી ૩૦.૯૯ કરોડ રૂપિયા, સો રૂપિયાના કૂપનથી ૩૭૨.૪૮ કરોડ રૂપિયા તથા એક હજારના કૂપનથી ૨૨૫.૪૬ કરોડ રૂપિયા તથા રસીદ દ્વારા ૧૬૨૫.૦૪ કરોડ રૂપિયા ભેગા થયા છે. આમ કુલ રકમ ૨૨૫૩.૯૭ કરોડ થયા છે.

(3:31 pm IST)