Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ઝગમગ કરતું લાઇટિંગવાળું સ્‍કૂટર

નવી દિલ્‍હી તા. ૨૦ : સોશ્‍યલ મીડિયા પર અવનવું પોસ્‍ટ કરતા રહેતા આનંદ મહિન્‍દ્રએ આ વખતે ઝગમગાટ કરતા મ્‍યુઝિકલ સ્‍કૂટરનો વિડિયો ટ્‍વિટર પર પોસ્‍ટ કર્યો છે. ભારતમાં કોઈ એક સ્‍થળે પેટ્રોલ-પમ્‍પની નજીકમાં એક સ્‍કૂટર પાર્ક કર્યું છે, જે એલઈડી લાઇટથી ઝગમગે છે.

ઓનલાઇન પોસ્‍ટ કરેલા વિડિયોમાં જોઈ શકાય છે કે સ્‍કૂટરના હેન્‍ડલની વચ્‍ચેની જગ્‍યાએ ગોઠવેલા મોબાઇલ ફોનમાં અભિનેતા રાજેશ ખન્નાની ફિલ્‍મ ‘દો રાસ્‍તે'ના ગીતનો વિડિયો ચાલુ છે. આ ટૂ-વ્‍હીલરને નાની લાઇટ્‍સ, રંગબેરંગી મોતીઓના વર્ક તથા અન્‍ય કલરફુલ ચીજોથી શણગારવામાં આવ્‍યું છે. કેપ્‍શનમાં આનંદ મહિન્‍દ્રએ લખ્‍યું છે કે જીવન તમે જેટલું ઇચ્‍છો એટલું આનંદિત અને રંગીન બની શકે છે.

(3:37 pm IST)