Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સદીઓ પહેલા આપણા પૂર્વજોએ શતરંજના રૂપમાં ચેસની રમતને જન્‍મ આપ્‍યો હતોઃ નરેન્‍દ્રભાઇ

વડાપ્રધાન મોદી ચેસ પણ રમ્‍યાઃ ચેસ ઓલિમ્‍પિયાડની મશાલ લોન્‍ચ

દિલ્‍હીના ઇન્‍દિરા ગાંધી સ્‍ટેડિયમમાં ૪૪મી ચેસ ઓલિમ્‍પિયાડની  સૌપ્રથમ મશાલ લોન્‍ચ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે કરવામાં આવેલ. ઓલિમ્‍પિકસ જેવી ટોર્ચ-રિલે ચેસની સ્‍પર્ધામાં પહેલી વાર યોજાઇ રહી છે અને આ પ્રસંગે ભારતના ચેસ ચેમ્‍પિયન્‍સ વિશ્વનાથન આનંદ તથા કોનેરુ હમ્‍પી તેમજ સ્‍પોર્ટ્‍સ મિનિસ્‍ટર અનુરાગ ઠાકુર તેમજ ચેસની સર્વોચ્‍ચ સંસ્‍થા ફિડેના પ્રમુખ આર્કેડી દ્વોકોવિચ પણ ઉપસ્‍થિત હતા.

આર્કેડીના મતે શ્રીમોદીના વડપણ હેઠળની ભારત સરકારના પ્રયાસો થી જ ચેસ ઓલિમ્‍પિયાડની ટોર્ચ-રિલે શરૂ થઇ શકી છે અને એ માટે ફિડે સંસ્‍થા ભારતની  આભારી છે. વડાપ્રધાન શ્રી મોદી પ્રતી હમ્‍પી સાથે ચેસ રમ્‍યા હતા.

ચેન્નઇમાં આ સ્‍પર્ધા ૨૮ જુલાઇથી રમાશે.

આ પ્રસંગે નરેન્‍દ્રભાઇએ કહ્યું કે સદીઓ પહેલાં ભારતમાં આપણા પૂર્વજોએ ચતુરંગ(શતરંજ) ના રૂપમાં ચેસની રમતને જન્‍મ આપ્‍યો હતો અને આજે ચેસ ઓલિમ્‍પિયાડની સૌપ્રથમ ટોર્ચ- રિલેનું ગૌરવ પણ આપણને મળ્‍યું.ભારતની સ્‍કૂલોમાં આજે ચેસની રમતને શિક્ષણના માધ્‍યમ તરીકે અપનાવાઇ છે.

(4:50 pm IST)