Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

હિતેન્‍દ્ર ઠાકુરની પાર્ટીના ૩ ધારાસભ્‍યોની મહારાષ્‍ટ્રમાં અગત્‍યની ભૂમિકાઃ ભાજપે રાજયસભામાં જીત મેળવેલ

મુંબઇ તા. ર૦ : મહારાષ્‍ટ્રમાં હિતેન્‍દ્ર ઠાકુરને બાહુબલી નેતા તરીકે ેઓળખવામાં આવે છે કહેવાય છે કે રાજયમાં સરકાર કોઇની પણ હોય વસઇ-વિરાર અને પાલઘરમાં તેનુ જ રાજ ચાલે છે. હિતેન્‍દ્ર ઠાકુર બહુજન વિકાસ અઘાડી નામની પાર્ટીના અધ્‍યક્ષ છે હાલ તેના ૩ ધારાસભ્‍યો જ છે જેમણે ગત રાજયસભા ચુંટણીમાં ભાજપની જીતમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. આજે યોજાનાર વિધાન પરિષદ ચૂંટણીમાં પણ હિતેન્‍દ્ર ઠાકુરના ધારાસભ્‍યોની ભૂમિકા ચાવી રૂપ રહી તી. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીના ૩ ધારાસભ્‍યો જે ઉમેદવાર તરફ ઝૂકશે તેની જીત નિヘતિ છે.

 

(5:04 pm IST)