Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સવારે ઉઠતા જ મોઢામાથી આવતી દુર્ગંધથી છો પરેશાન ? તો અપનાવો આ પાંચ ઉપાયો જેનાથી તમારી દુર્ગંધની સમસ્‍યા થઈ જશે દૂર !

ઓરલ હાઈજીન પર બરોબાર ધ્‍યાન ના આપવાથી મોઢામાંથી દુર્ગંધ આવી શકે : સુતા પહેલા લવિંગ ખાવાથી આ સમસ્‍યાથી બચી શકાય

નવી દિલ્‍લીઃ સવારે ઉઠતાની સાથે જ ઘણા લોકોને મોઢામાથી ખરાબ દુર્ગંધ આવે છે. જેનુ મુખ્‍ય કારણ હોઈ શકે છે ઓરલ હાઈજીન મેન્‍ટેન ન હોવુ. રાત્રે જમેલુ સવાર સુધી મોઢામાં રહેવાથી તમારા મોઢામાં બેકટેરીયાનુ પ્રમાણ વધી જાય છે. જેના કારણે તમારા મોઢામાથી દુર્ગંધ આવતી હોય છે. ત્‍યારે આ દુર્ગંધને મારવા માટે લવિંગ રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે અને રાત્રે સુતા પહેલા લવિંગ ખાવાથી પણ અનેક ફાયદા થાય છે.

રાત્રે બ્રશ કરીને સૂવું એ આપણી રોજિંદી પ્રક્રિયાનો એક ભાગ હોવો જોઈએ, પરંતુ આજકાલ તેનું પાલન થતું નથી. ઘણા લોકો રાત્રે બ્રશ કર્યા બાદ સૂઈ ગયા પછી સવારે ઉઠે ત્યારે લોકોના મોઢામાંથી બદબૂ કે દુર્ગંધ આવે છે. આ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે પરંતુ તમે આ પરિસ્થિતિમાંથી પસાર થનારા પ્રથમ વ્યક્તિ નથી. મોંઢામાંથી દુર્ગંધ સામાન્ય રીતે તમે જે ખાઓ છો તે ખાદ્યપદાર્થોમાંથી આવે છે. વાસ્તવમાં, ખોરાકના ટુકડા તમારા દાંતમાં ફસાઈ જાય છે અને મોંમાં આખી રાત અટવાઈ જવાને કારણે સવારે મોઢામાંથી દુર્ગંધ પેદા કરે છે. આનું કારણ એ છે કે ખોરાકના કણો જેટલા લાંબા સમય સુધી તમારા મોંઢામાં રહે છે, તેટલા વધુ બેક્ટેરિયા વધે છે જે શ્વાસમાં દુર્ગંધનું કારણ બને છે.

આ સમસ્યાથી ગભરાવાની જરૂર નથી કારણ કે તેના પર કાબુ મેળવી શકાય છે. તેથી, આ અહેવાલમાં આપવામાં આવેલી કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેનાથી સવારે મોઢામાંથી આવતી દુર્ગંધને રોકી શકાય છે.

1. ઓરલ હાઈજીન મેન્ટેન કરો

કેટલીકવાર સવારે મોઢામાંથી દુર્ગંધ આવવી તે ઓરલ હાઈજીન પર સારી રીતે ધ્યાન ના આપવાના કારણે થાય છે. આવી સ્થિતિમાં, મોઢામાંથી દુર્ગંધથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારે તમારું ઓરલ હાઈજીન મેન્ટેન કરો. મોઢામાંથી ખોરાકના કણો દૂર કરવા માટે દાંત વચ્ચે ફ્લોસ કરો અને ઓછામાં ઓછા બે મિનિટ માટે દાંત સાફ કરો. પેઢાં, જીભ અને તમારા ગાલની અંદર પણ હળવા હાથે બ્રશ કરો કારણ કે ત્યાં પણ બેક્ટેરિયા હોઈ શકે છે. હંમેશા ફ્લોરાઈડ ટૂથપેસ્ટ અને એન્ટી-બેક્ટેરિયલ માઉથવોશનો ઉપયોગ કરો.

2. હાઇડ્રેટેડ રાખો

રાત્રે આઠ કલાક ઊંઘીને જાગવાથી તમારું મોં શુષ્ક થઈ જાય છે. ખરેખર, જ્યારે કોઈના મોંમાં લાળ હોય છે, ત્યારે બેક્ટેરિયા વધતા નથી. હવે જો કોઈનું મોં સુકાઈ જશે તો બેક્ટેરિયા વધી જશે અને તેનાથી શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. જો કે, જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે લાળ બનવાનું કામ ઓછું થઈ જાય છે. તેથી જ રાત્રે જાગતા જ આપણને તરસ લાગે છે. તમારી જાતને હંમેશા સારી રીતે હાઇડ્રેટેડ રાખો અને પુષ્કળ પાણી પીઓ.

3. તીવ્ર ગંધવાળા ખોરાક ખાવાનું ટાળો

જો તમે સાંજના સમયે ડુંગળી અને લસણ ખાવાનું પસંદ કરો છો, તો તેના કારણે બીજા દિવસે સવારે મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે. રાત્રે હંમેશા સંતુલિત આહાર લો, જે એકંદર આરોગ્ય જાળવવામાં મદદ કરે છે. હંમેશા એવા ખોરાક ખાઓ જે પ્લાક બિલ્ડ અપને હટાવે અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે, જે સામાન્ય રીતે શ્વાસની દુર્ગંધ પેદા કરવા માટે જાણીતા છે.

4. રોજ નારંગી ખાઓ

નારંગી દાંતને સફેદ કરે છે કારણ કે તેમાં વિટામિન સી હોય છે. વિટામિન સી લાળનું ઉત્પાદન વધારવામાં અને શ્વાસની દુર્ગંધને રોકવામાં મદદ કરે છે. તેથી રોજ નારંગી ખાઓ.

5. કેલ્શિયમથી ભરપૂર દહીં ખાઓ

દહીંમાં લેક્ટોબેસિલસ નામના સ્વસ્થ બેક્ટેરિયા હોય છે જે તમારા આંતરડામાં બેક્ટેરિયાને સંતુલિત કરવામાં અને શ્વાસની દુર્ગંધ ઘટાડવામાં મદદ કરે છે. ફ્લેવરવાળા દહીંને બદલે સાદું, કેલ્શિયમયુક્ત, ચરબી વગરનું દહીં ખાઓ. જો આ સમસ્યા સતત વધી રહી છે તો એકવાર ડેન્ટિસ્ટને ચોક્કસ બતાવો.

6. લવિંગ છે શ્રેષ્ઠ

લવિંગમાં ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન કે, ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ, આયર્ન સહિતના ઘણા પોષક તત્વો હોય છે.  લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ (એન્ટીબેક્ટેરિયલ) પણ હોય છે, જેના કારણે લવિંગ ઘણા રોગોને મૂળમાંથી દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

રાત્રે લવિંગ ખાવાના ઘણા ફાયદા

શું તમે જાણો છો લવિંગ ખાવાનો યોગ્ય સમય શું છે? , કોઈપણ સમયે લવિંગનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે, પરંતુ જો તમે રાત્રે સૂતા પહેલા 2 લવિંગ ચાવીને ખાઓ અને પછી 1 ગ્લાસ ગરમ પાણી પીઓ, આમ કરવાથી શરીરને ઘણી રીતે ફાયદો થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા લવિંગ ખાઈને ગરમ પાણી પીવાથી કબજિયાત, પેટમાં દુખાવો, ગેસ અને એસિડિટી જેવી પાચક સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.

(5:59 pm IST)