Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને હોસ્પિટલમાં દાખલ કરાયા : પીઠનો દુખાવો અને ઝડપી ધબકારા બાદ ઓક્સિજનના ઓછા સ્તરની ફરિયાદ : 30 મેના રોજ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરાઈ હતી : બે દિવસ પહેલા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી

ન્યુદિલ્હી : દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને સોમવારે લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓક્સિજનના ઓછા સ્તરની ફરિયાદ બાદ જૈનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ હવે સ્થિર હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, પીઠનો દુખાવો અને ઝડપી ધબકારા બાદ જૈનને પહેલા તિહાર જેલમાંથી જીબી પંતને મોકલવામાં આવ્યા હતા અને પછી ત્યાંથી એલએનજેપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.તેઓ 30 મેથી  મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમો હેઠળ જૈનની ધરપકડ કરી હતી. જૈન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ગયા એપ્રિલમાં, ઇડીએ જૈન પરિવારની કંપનીઓની રૂ. 4.81 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

બે દિવસ પહેલા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી

મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ગયા મહિને ધરપકડ કરાયેલ સત્યેન્દ્ર જૈનની જામીન અરજી શનિવારે વિશેષ CBI કોર્ટે ફગાવી દીધી હતી. જૈને 'સ્લીપ એપનિયા'થી પીડિત હોવાનું કહીને જામીન માંગ્યા હતા.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(6:31 pm IST)