Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મુઝફ્ફરનગરમાં નગરપાલિકાની બેઠકમાં રાષ્ટ્રગીતનું ઘોર અપમાન : ભારે હોબાળો

તમામ કોર્પોરેટરો રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા થયા પણ 4 બુરખાધારી મહિલાઓ બેઠેલી રહી

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં નગરપાલિકાની બેઠકમાં મુસ્લિમ કોર્પોરેટરોએ રાષ્ટ્રગીતનું અપમાન કરવાના આરોપ લાગ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે વંદે માતમર વાગી રહ્યું હતું, ત્યારે તમામ કોર્પોરેટરો રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા થયા હતા, પણ 4 બુરખાધારી મહિલાઓ બેઠેલી રહી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ તેને રાષ્ટ્રગીતનું અપમાન ગણાવ્યું હતું. બેઠકમાં કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન વિભાગના મંત્રી સંજીવ બાલિયાન પણ હાજર હતા. 

સંજીવ બાલિયાન મુઝફ્ફરનગરથી સ્થાનિક સાંસદ છે. નગરપાલિકા બોર્ડની બેઠકમાં મુસ્લિમ મહિલા કોર્પોરેટરો દ્વારા રાષ્ટ્રગીત  અપમાનનો મામલો જોર પકડી રહ્યો છે. શનિવારે બપોરે નગરપાલિકાના હોલમાં બેઠક થઈ હતી. જેમાં યુપી સરકારના વોકેશનલ એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેલપમેંટ મિનિસ્ટર કપિલદેવ અગ્રવાલ પણ હાજર રહ્યા હતા. જેઓ મુઝફ્ફરનગર નગરપાલિકાના અધ્યક્ષ પણ રહ્યા છે. કેટલાય વરિષ્ઠ અધિકારીઓ પણ ત્યાં હાજર હતા.

જે બેઠકમાં શહેરના વિકાસ માટે 196 કરોડ રૂપિયાનો ઼ડ્રાફ્ટ રાખવામાં આવ્યો હતો, તેમાં મહિલા કોર્પોરેટરો ઉપરાંત આખુ સદન રાષ્ટ્રગીત વંદે માતરમના સન્માનમાં ઉભા થયા હતા. સદનના લોકો પણ મહિલાઓની આવી હરકતથી નારાજ છે. કાર્યવાહી શરૂ થતાં પહેલા રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રગીતને સન્માન આપવાની સલાહ આપી હતી. કોર્પોરેટરોએ તેના પર ચર્ચા પણ કરી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, જ્યારે મહિલાઓ જ આવી રીતે રાષ્ટ્રગીતનું અપમાન કરશે, તો સમાજ કેવી રીતે મજબૂત થશે ? 

 રાષ્ટ્રગાન જન ગણ મનની સમાન દરજ્જો આપવાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને મે 2022ના અંતિમ અઠવાડીયામાં દિલ્હી હાઈકોર્ટે આ સંબંધમાં કેન્દ્ર સરકારનો મત માગ્યો હતો.

ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે આ સંબંધમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રગીતને ળઈને કોઈ દિશાનિર્દેશ ન હોવાના કારણે અસભ્ય રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. અને ફિલ્મો-પાર્ટીઓમાં તેનુ અપમાન થઈ રહ્યું છે.

(9:26 pm IST)