Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ઝારખંડમાં કોરોના ગાઈડલાઈન્સ જાહેર :ફેસ માસ્ક ફરજિયાત : જાહેર થૂંકનાર માટે દંડ લાગુ પાડ્યો

સરકારે જાહેરમાં થૂંકનાર લોકોને પણ આકરી ચેતવણી આપી

 

ઝારખંડ સરકારે કોરોનાને નાથવા માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ઝારખંડ સરકારે ગાઈડલાઈન્સમાં જણાવ્યું કે રાજ્યમાં હવે ભીડભાડવાળી જગ્યાઓ, કામના સ્થળે અને જાહેર પરિવહનના સાધનોમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. સરકારે જાહેરમાં થૂંકનાર લોકોને પણ આકરી ચેતવણી આપી છે. સરકારે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને તેને માટે દંડ પણ લાગુ પાડ્યો છે. 

ઝારખંડ પહેલા મહારાષ્ટ્ર સરકારે પણ મુંબઈમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું. 

(12:50 am IST)