Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

દેશમાં વિદેશી દેવું 570 અરબ ડૉલરે પહોંચ્યું : છેલ્લા પાંચ વર્ષમાં સતત વધારો: દેવું કુલ GDPના 21.1 ટકા

અમેરિકન ડૉલરના મુલ્યને કારણે ભારતમાં વિદેશી દેવું વધવાનું કારણ: 2013-20214માં વિભિન્ન દેશો કો 11 અરબ ડૉલરનું ઉધાર અપાયું હતું જે વધીને 2019-20માં 9069 કરોડ સુધી પહોંચ્યું

નવી દિલ્હી : કેન્દ્રિય રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ રિઝર્વ બેન્કના આંકડાઓ દર્શવતા સંસદમાં કહ્યું કે દેશમાં કેટલું વિદેશી દેવું છે તેમણે જણાવ્યું કે વર્ષ 2021ના માર્ચ મહિનો પુરો થવા સુધી દેશમાં વિદેશી દેવું 570 અરબ ડૉલર છે. આ દેવું દેશની કુલ GDPના 21.1 ટકા છે.

સરકારે સંસદમાં જાનકારી આપી કે છેલ્લા 5 વર્ષમાં દેશ પર વિદેશ દેવું કેટલું વધ્યું અને સરકારે એવી નીતિઓ અંગે પણ જાણકારી આપી કે જેનાથી વિદેશી દેવું ઓછું કરી કરવામાં પ્રભાવિત સાબિત થઈ રહી છે

વર્ષ 2018માં આ આંકડો 558 અરબ ડૉલર હતા જે વર્ષ 2019માં 543, વર્ષ 2018માં 539 અને વર્ષ 2017માં દેશમાં કુલ 471 ડૉલર વિદેશી દેવું હતું. આબીઆઈના જણાવ્યા પ્રમાણે ભારતીય રૂપિયો અને યૂરો, એસડીઆર અને પાઉંડ જેવી મુદ્ધાઓની સરખામણીમાં અમેરિકી ડૉલરનું મૂલ્ય ઘટ્યું છે. જેના કારણે મુલ્યાકંનમાં 6.8 અરબ ડૉલરનો ઘટાડો નોંધાયોછે

આબીઆઈના જણાવ્યા પ્રમાણે મુલ્યાકનની અસરને દુર કરવામાં આવે તો માર્ચ 2020ની સરખામણીમાં 2021માં વિદેશી દેવુમાં વુદ્ધિ દર 11.5 અરબ ડૉલરના મુકાબે 4.77 અરલ ડૉલર રહે. સરકારના જણાવ્યા અનુસાર ભારતમાં અમેરિકન ડૉલરના મુલ્યને કારણે ભારતમાં વિદેશી દેવું વધવાનું કારણ મનાઈ રહ્યું છે. જેનો હિસ્સો 52.1 ટકા જેટલો છે. પંકજ ચૌધરીના જણાવ્યા પ્રમાણે 2017 થી 2021 સુધીમાં વિદેશી દેવામાં સતત વધારો થયો છે. જેમાં સૌથી મોટી વ્યાવસાયીક આપ-લે, ઓછી સમયમર્યાદા વાળું દેવું અને દ્રિપક્ષીય દેવું છે. પંકજ ચૌધરીએ જણાવ્યું કે સરકારની નીતિઓને કારણે દેવામાં વધારો ઓછો થયો છે. જો કે વધતું દેવું એ એક ચિંતાનો વિષય છે.

છેલ્લા કેટલાક વર્ષથી ભારતે કેટલાક દેશોને ઉધાર આપવાની નીતિ શરૂ કરી છે જેમાં વર્ષ 2013-20214માં વિભિન્ન દેશો કો 11 અરબ ડૉલરનું ઉધાર આપવામાં આવ્યું જે વધીને 2018-19માં 7267 કરોડ રૂપિયા થઈ ગયું છે. જે 2019-20માં આ આંકડો વધીને 9069 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જો કે ભારત સૌથી વધારે એશિયના દેશો જેવાકે અફ્રિકા, લેટિન અમેરિકાના દેશોને આપે છે જે આર્થિક રીતે નબળા છે.

(9:32 am IST)