Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પશ્ચિમ યુરોપમાં પૂર પ્રકોપથી 196 લોકોના મોત : સેંકડો લોકો ગુમ : ઠેર-ઠેર તારાજી

વીજળી અને પાણી સહિતની તમામ સુવિધાઓને નુકસાન: મોબાઈલ નેટવર્ક સંપૂર્ણ રીતે ધરાશાયી

નવી દિલ્હી : પશ્ચિમ યુરોપના ઘણા ભાગોમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 196 લોકો માર્યા ગયા છે અને સેંકડો ગુમ થયા છે. દરમિયાન, જર્મન અધિકારીઓએ પૂર દરમિયાન થયેલા બચાવ કાર્ય અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, આપણે તાજેતરના પૂરમાંથી બોધપાઠ લેવાની જરૂર છે.

પૂરગ્રસ્ત વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સતત રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ પશ્ચિમ જર્મની, પૂર્વ બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં પૂર પછી રચાયેલી સ્વેમ્પ્સની સ્થિતિને દૂર કરવાના પ્રયાસો ઝડપી કરવામાં આવ્યા છે. તે જ સમયે, પૂર બાદ સૌથી વધુ અસરગ્રસ્ત જર્મન ક્ષેત્રના રાઇનલેન્ડ-પેલેટિનેટમાં 117 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે પડોશી રાજ્ય નોર્થ રાઈન-વેસ્ટફાલિયામાં 47 લોકોનાં મોત થયાની નોંધાઈ છે.

ઉપરાંત, બાવેરિયાના સપ્તાહના પૂરમાં ઓછામાં ઓછા એકનું મૃત્યુ થવાની આશંકા છે, જ્યારે બેલ્જિયમના મૃત્યુની સંખ્યા 31 છે.

રાહત કાર્યમાં રોકાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર દરમિયાન તૂટી ગયેલા મકાનોના લીધે વધુ લોકોના મોત થયાની આશંકા છે. પરંતુ ગૃહ પ્રધાન હોર્સ્ટ સીહોફરએ તમામ આલોચનાને ફગાવી દીધી છે અને કહ્યું છે કે, દુર્ઘટના અંગે સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપવામાં આવ્યા પછી, તેઓને આપત્તિ સમયે સલામતી અંગે નિર્ણય લેવાનો અધિકાર છે.

જર્મનીના રાઇનલેન્ડ-પેલેટીનેટ રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર. પરંતુ રાજ્યના ગૃહ પ્રધાન, રોજર લેવેન્ટેઝ, રવિવારે શુલ્ડે ગામની મુલાકાત લીધા પછી ચાન્સેલર એન્જેલા મર્કેલને જણાવ્યું હતું કે, માળખાગત સુવિધાઓ બગડેલી છે. વીજળી અને પાણી સહિતની તમામ સુવિધાઓને નુકસાન થયું છે. આ સાથે, આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયું છે, જેના કારણે લોકો એકબીજા સાથે વાતચીત કરવામાં અસમર્થ છે.

(9:35 am IST)