Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સસ્તુ પેટ્રોલ પુરાવા લોકો સરહદ પાર કરી રહ્યા છે : રાજસ્થાન બોર્ડર પરના અનેક પંપો બંધ થવાની કગાર પર

રાજસ્થાન કરતાં હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા

જયપુર,તા.૨૦: દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ કેટલાક પેટ્રોલ પંપ માલિકોને સમસ્યામાં નાંખી દીધા છે. વધેલા ભાવને લીધે રાજસ્થાનમાં પેટ્રોલના જે ભાવ છે એના કરતાં ૧૦ રૂપિયા સુધીની ઓછી કિંમતે આજુબાજુના રાજયોમાં પેટ્રોલ વેચાઇ રહ્યું છે. આથી લોકો બોર્ડર ક્રોસ કરીને ઓછી કિંમતે પેટ્રોલ ભરાવી રહ્યા છે.

રાજસ્થાનના ભરતપુર સાથે ઉત્ત્।ર પ્રદેશ અને હરિયાણા બોર્ડર જોડાયેલી છે. જેના લીધે બોર્ડર પર આવેલા આશરે ૨૦થી વધુ પેટ્રોલ પંપ બંધ થવાની કગાર પર પહોંચી ગયા છે. રાજસ્થાનની સરખામણીએ આ બંને રાજયોમાં પેટ્રોલની કિંમત ઓછી છે. આથી મોટા પ્રમાણમાં લોકો સરહદ પાર કરી પેટ્રોલ લઇ રહ્યા છે. ભરતપુર બોર્ડર પર રહેલા ઉત્ત્।ર પ્રદેશ અને હરિયાણાના પેટ્રોલ પંપો પર ગ્રાહકોની ભીડ જામવા લાગી છે જયારે રાજસ્થાન બોર્ડરમાં આવતાં પંપો વેચાણ વગર બેસી રહ્યા છે.

રાજસ્થાનના ભરતપુરની સરહદ ઉત્ત્।ર પ્રદેશ અને હરિયાણા રાજય સાથે જોડાયલી છે અને આ બોર્ડર પર આશરે બે ડઝનથી વધુ પેટ્રોલ પંપો ભરતપુર જિલ્લામાં ચાલે છે. પરંતુ ઉત્ત્।ર પ્રદેશની સરખામણીએ ૧૦ રૂપિયા ડીઝલ અને પેટ્રોલ મોંઘુ હોવાને લીધે અહીંના સ્થાનિકો પેટ્રોલ પંપોથી દૂર ભાગી રહ્યા છે. કારણ કે થોડા કિલોમીટર દૂર જવાથી ઉત્ત્।ર પ્રદેશના પેટ્રોલ પંપ આવી જાય છે. હવે સ્થિતિ એવા પેદા થઇ છે કે રાજસ્થાનમાં ભરતપુર બોર્ડર પર આવેલા પંપો પર તાળા વાગી ગયા છે. (૨૨.૨)

(10:07 am IST)