Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ભારતમાં બમણા સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યોઃ મહિલા ડોકટર 'આલ્ફા' અને 'ડેલ્ટા'થી સંક્રમિત

બીજો ડોઝ લીધાના એક મહિના બાદ બંને સ્વરૂપોથી સંક્રમિત થયા

નવી દિલ્હી,તા. ૨૦: આસામના ડિબ્રૂગઢની એક મહિલા ડોકટરમાં અલ્ફા અને ડેલ્ટા બંને સ્વરૂપથી સંક્રમિત હોવાની પુષ્ટિ થતા હાહાકાર મચ્યો છે. ભારતમાં બમણા સંક્રમણનો આ પહેલો કેસ છે. વિશેષજ્ઞોના અનુસાર આ સંભવિત દેશમાં બમણા સંક્રમણનો પહેલો કેસ છે. ડિબ્રૂગઢના સ્થાનિક ચિકિત્સાલયના પરીક્ષણમાં આ પહેલો કેસ સામે આવ્યો છે. 

ડોકટર મહિલાએ કોરોનાની વેકિસનના બંને ડોઝ લઈ લીધા હતા અને સાથે એક મહિના બાદ કોરોના વાયરસના બંને સ્વરૂપથી સંક્રમિત થઈ હતી. આ પછી તેમને સામાન્ય લક્ષણ વિના જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને તે સાજા થયા છે. ડોકટર પાસેથી મળી રહેલી માહિતી અનુસાર મહિલાના પતિ કોરોનાના અલ્ફા વેરિઅન્ટથી સંક્રમિત થયા હતા. 

ડો. બીજે બરકટકી કહે છે કે બમણું સંક્રમણ ત્યારે થવાની શકયતા રહે છે જયારે ૨ સ્વરૂપ એક જ વ્યકિતની સાથે ઓછા સમયમાં સંક્રમિત કરે છે. આ ત્યારે થાય છે જયારે કોઈ વ્યકિત એક સ્વરૂપથી સંક્રમિત થાય છે અને એન્ટી બોડી વિકસિત થતા પહેલા કે પહેલા સંક્રમણના ૨-૩ દિવસમાં બીજા સ્વરૂપે સંક્રમિત થાય છે.

ભારતમાં આ પહેલો કેસ છે પણ આ સિવાય બ્રિટન, બ્રાઝિલ અને પોર્ટુગલમાં બમણા સંક્રમણના કેસ સામે આવ્યા છે. ભારત પાસે એવો કોઈ રિપોર્ટ નથી. હાલમાં આસામમાં ૧ બમણા સંક્રમણનો કેસ નોંધાયો છે અને અહીં કુલ ૨૦૦૦૦ કોરોનાના સક્રિય કેસ સામે આવ્યા છે. રાજયમાં ૨ અઠવાડિયાથી વધારે સમય સુધી રોજ ૨૦૦૦ કેસ આવી રહ્યા છે.

(10:07 am IST)