Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મોટી રાહતઃ નવા કેસ ૪ મહિનાના તળીયેઃ એકટીવ કેસમાં પણ ઘટાડો

કોરોના આખરે થાકી રહ્યો છેઃ ૧૨૫ દિવસ બાદ ૨૪ કલાકમાં ૩૦૦૯૩ નવા કેસ સામે આવ્‍યાઃ ૩૭૪ના મોત : રીકવરી રેટ પણ વધ્‍યોઃ પહોંચ્‍યો ૯૭.૩૭ ટકાઃ ૨૪ કલાકમાં ૪૫૨૫૪ દર્દીઓ સાજા થયાઃ છેલ્લે ૩૦,૦૦૦થી ઓછા કેસ ૧૬મી માર્ચે નોંધાયા હતા

નવી દિલ્‍હી, તા. ૨૦ : ભારતમાં સતત વધતા-ઘટતા કોરોનાના કેસો વચ્‍ચે ૧૨૫ દિવસ બાદ પહેલીવાર કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. એટલુ જ નહિ કોરોનાના ઈલાજ દરમિયાન દર્દીઓની સંખ્‍યા પણ ૧૧૭ દિવસ બાદ નીચલા સ્‍તરે આવી છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે છેલ્લા આંકડાઓનુ અનુસાર દેશભરમા કોરોનાના ૩૦૦૯૩ નવા કેસ સામે આવ્‍યા છે તો એકટીવ કેસની સંખ્‍યા પણ ઘટીને ૪૦૬૧૩૦ થઈ છે.

કોરોનાથી સાજા થવાનો દર પણ વધીને ૯૭.૩૭ ટકા પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૫૨૫૪ લોકો સાજા થયા છે તો હવે એકટીવ કેસના કુલ ૧.૩૦ ટકા જ મામલા બાકી રહ્યા છે. આ દરમિયાન કોરોનાને કારણે ૩૮૪ લોકોના જીવ ગયા છે. આ સાથે દેશમાં કોરોનાથી મૃત્‍યુ પામનારાનો આંકડો ૪૧૪૪૮૨નો થયો છે.

અગાઉ કોરોનાના દૈનિક કેસ ૩૦,૦૦૦ નીચે ૧૬ માર્ચે આવ્‍યા હતા. જો કે સોમવારે કેસ એટલા માટે ઓછા નોંધાય છે કે રવિવારે તપાસ ઓછી થતી હોય છે.

તો બીજી તરફ રસીકરણ પણ પૂરજોશમાં ચાલુ છે અને ત્‍યાર સુધીમાં ૪૧.૧૮ કરોડ લોકોને ડોઝ આપવામાં આવ્‍યા છે.

સતત ૨૯મા દિવસે કોરોનાના દૈનિક સંક્રમણનો દર ૩ ટકાથી પણ નીચો રહ્યો છે. સોમવારે આ આંકડો ૧.૬૮ ટકા હતો તો સાપ્તાહિક સંક્રમણનો દર પણ ૫ ટકાથી નીચે રહ્યો છે અને તે ૨.૦૬ ટકા રહ્યો છે.

દેશભરમાં કેસ ઘટે છે ત્‍યારે કેરળમાં વધી રહ્યા છે. એક સપ્તાહમાં રોજ ૧૦,૦૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે.

(10:23 am IST)