Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જુદા જુદા પ્રકારના કેન્સરના કોષોમાં જોવા મળતા તફાવત અંગે સિનાઇ હેલ્થ સિસ્ટમનું સંશોધન : કેન્સરની સારવાર માટે સૌપ્રથમ પ્રોટીન ઉત્પન્ન કરતા YAPon તથા નહીં કરતા “YAPoff કોષો અંગે જાણકારી મેળવવી જરૂરી : YAPoff કોષો વધુ જીવલેણ હોવાનું મંતવ્ય

યુ.એસ. : કેન્સરની સારવાર માટે સતત સંશોધનો થઇ રહ્યા છે. તાજેતરમાં સિનાઇ હેલ્થ સિસ્ટમના વૈજ્ઞાનિકોએ જર્નલમાં પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ જુદા જુદા પ્રકારના કેન્સરના તમામ કોષો વચ્ચેનો તફાવત જાણી લેવો જરૂરી છે  પછી તે પ્રોટીન ઉત્પન્ન કરતા હોય કે ન કરતા હોય .આ  માટે તેઓએ બે વિભાગ પાડ્યા હતા. જે અંતર્ગત કેન્સરના કોષોને   ટ્રાંસ્ક્રિપ્શનલ રેગ્યુલર સાથે જોડવામાં આવે છે,  જે કોષો પ્રોટીન ઉત્પન્ન કરતા હોય તેને યસ એસોસિએટેડ પ્રોટીન “YAPon” કહેવામાં આવે છે.
જયારે પ્રોટીન ઉત્પન્ન નહીં કરતા કોષોને  યસ એસોસિએટેડ પ્રોટીન ઓફ ( YAPoff ) કહેવામાં આવે છે.

આ બંને પ્રકારો પૈકી યસ એસોસિએટેડ પ્રોટીન ઓફ ( YAPoff ) વધુ જીવલેણ જોવા મળ્યા છે. જેની સામે આ કેન્સરના કોષો ધરાવતી ગાંઠ વધતી નથી.પરંતુ કમનસીબે YAPoff અને YAPon આ બંને પ્રકારની ગાંઠ એકબીજામાં પરિવર્તિત થઇ શકે છે.તેથી સારવાર જટિલ બને છે.કારણકે દરેક પ્રકારના કેન્સરની સારવાર અલગ હોય છે.

આથી આ સિનાઇ હેલ્થ સિસ્ટમના વૈજ્ઞાનિકોએ એક જનરલ સારવાર પદ્ધતિ વિકસાવી છે. જે YAPon તથા YAPoff બંને પ્રકારના કેન્સરમાં કારગત નીવડી શકે છે. તેવું ફ્યુચરીઝમ દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)