Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સતત ત્રીજા સત્રમાં શેર બજારમાં મોટું ગાબડું પડ્યું

ફાઈનાન્શિયલ કંપનીઓના શેરોમાં વેચવાલીનું દબાણ : સેન્સેક્સમાં ૩૫૫ અને નિફ્ટીમાં ૧૨૦ પોઈન્ટનો ભારે કડાકો, માત્ર એફએમસીજીના શેરોમાં તેજી જળવાઈ

મુંબઈ, તા.૨૦ : મુંબઈ સ્થાનિક શેર બજારોમાં સતત ત્રીજા સત્રમાં મંગળવારે ગિરાવટ જોવા મળી હતી. મેટલ, રિયાલિટી સ્થાનિક શેર બજારોમાં સતત ત્રીજા સત્રમાં મંગળવારે ગિરાવટ જોવા મળી હતી. મેટલ, રિયાલિટી અને ફાઈનાન્શિયલ સેક્ટરના શેરો તૂટવાથી આઝે શેર બજારમાં ભારે ગિરાવટ જોવા મળી. બીએસઈનો ૩૦ શેરો પર આધારિત સંવેદનશિલ સુચકાંસ ૩૫૪.૮૯ પોઈન્ટ એટલે કે ૦.૬૮ ટકા તૂટીને ૫૨,૧૯૮.૫૧ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો.

એનએસઈ નિફ્ટી ૧૨૦.૩૦ પોઈન્ટ એટલે કે ૦.૭૬ ટકા તૂટવા સાથે ૧૫,૬૩૨.૧૦ ટકાના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પર હિંદાલકો, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા સ્ટીલ, એનટીપીસી અને ભારતી એરટેલના શેર સૌથી વધુ તૂટ સાથે બંધ થયા. તો વળી એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એછયુએલ, ગ્રાસિમ તેમજ મારુતિ સુઝુકીના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. સેક્ટર્સની વાત કરવામાં આવે તો એફએમસીજીને બાદ કરતા તમામ અન્ય ઈન્ડેક્સ લાલ નિશાન સાથે બંધ થયા હતા.

બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં એક-એક ટકાથી વધુની તૂટ જોવા મળી હતી. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેંકના શેરમાં ૩.૩૨ ટકાની સૌથી વધુ ગિરાવટ જોવા મળી. આ ઉપરાંત ટાટા સ્ટીલના શેર ૨.૬૫ ટકા, એનટીપીસીના શેર ૨.૩૯ ટકા સુધી તૂટી ગયા હતા. આ ઉપરાંત એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, એમ એન્ડ એમ, એચડીએફસી બેંક, સન ફાર્મા, એસબીઆઈ, ડો. રેડ્ડીસ, બજાજ ફાઈનાન્સ, એલએન્ડટી, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા. એચડીએફસી, પાવર ગ્રિડ, ટેક મહિન્દ્રા, ટીટન, આઈટીસી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.

બીજી બાજુ એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ, નેસ્લે ઈન્ડિયા, મારૂતિ, ટીસીએસ, બજાજ ઓટો, ઈન્ફોસિસ અને બજાજ ફિનસર્વના શેર લીલા નિશાન પર બંધ થયા હતા. રિલાયન્સ સિક્યોરિટિસના પ્રમુખ (રણનીતિ) વિનોદ મોદીએ કહ્યું કે નબળા વૈશ્વિક સંકેતો અને ફાઈનાન્શિયલ કંપનીઓના શેરોમાં વેચવાલીના દબાણથી શેર બજારોમાં ગિરાવટ જોવા મળી.

તેમણે કહ્યું કે એફએમસીજી અને આઈટીને બાદ કરતા મોટા ભાગના મુખ્ય સુચકાંકોમાં સંકુચન જોવા મળ્યું. ફાઈનાન્શિયલ, મેટલ અને રિયાલિટી સેક્ટરમાં સૌથી વધુ કરેક્શન જોવા મળ્યું. વૈશ્વિક સ્તર પર જોવામાં આવે તો શાંઘાઈ, હોંગકોંગ, સિયોલ અને ટોક્યોમાં શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયા. યુરોપિયન બજારોમાં બપોરના સત્રમાં તેજી જોવા મળી હતી.

(9:12 pm IST)