Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ખાનગી કર્મચારીઓનો બેઝીક પગાર ૧૫૦૦૦ થી વધીને થશે રૂ.૨૧૦૦૦: ૧લી ઓકટોબરથી અમલ!!!

પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓનું પગારનું માળખુ બદલાઇ જશે

નવી દિલ્હી, તા.૨૦: નવો વેજ કોડ લાગુ થયા બાદ સેલરીડ કર્મચારીઓના જીવનમાં ઘણા મોટા બદલાવ આવશે. સૌથી વધુ અસર તેમની સેલરી પર પડવાની સંભાવના છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નવો વેજ કોડ લાગુ થયા બાદ કર્મચારીઓની ટેક હોમ સેલરી ઘટી જશે. પરંતુ ચર્ચા એ વાતની પણ થઇ રહી છે કે કર્મચારીઓની બેસિક મિનિમમ સેલરી વધારવામાં આવી શકે છે.

હકીકતમાં નવા વેજ કોડ નિયમો અનુસાર કંપની કર્મચારીની બેસિક સેલરી ટોટલ સેલરી અથવા કોસ્ટ ટુ કંપની (CTC) ના ૫૦ ટકા હોવી જોઇએ. તેનાથી ઓછી નહી. હાલ મોટાભાગની કંપની કર્મચારીની બેસિક સેલરી ઓછી રાખે છે અને ભથ્થાની સંખ્યા વધુ રહે છે. પરંતુ જેવો નવો વેજ કોડ લાગુ થશે લાગુ થશે વર્તમાન સિસ્ટમ બિલકુલ બદલાઇ જશે. કપનીઓને કર્મચારીઓની બેસિક સેલરી CTC ના ૫૦ ટકા અથવા તેનાથી વધુ રાખવી પડશે. બાકી ૫ ટકામાં કર્મચારીઓને મળી રહેલા તમામ ભથ્થા આવશે.

આવી સ્થિતિમાં, PF અને ગ્રેચ્યુઇટીમાં કર્મચારીઓનું યોગદાન વધશે પરંતુ ટેક હોમ સેલરીમાં દ્યટાડો થશે. લેબર યુનિયન માંગ કરી રહ્યા હતા કે લેબર કોડના નિયમો અંગે કર્મચારીઓની મિનિમમ બેસિક સેલરીને રૂ .૧૫૦૦૦ થી વધારીને ૨૧૦૦૦ કરવામાં આવે. જો આવું થાય, તો ખાનગી કંપનીઓમાં કામ કરતા પગારદાર વર્ગનો પગાર વધશે. હાલના નિયમો અનુસાર, દર મહિને ૧૫,૦૦૦ રૂપિયાથી વધુ કમાતા કર્મચારીઓ માટે પીએફ ફરજિયાત નથી. જો પગાર રૂ.૧૫,૦૦૦ થી વધુ છે, તો વાસ્તવિક પગાર પર પીએફનું યોગદાન એમ્પ્લોયર અને કર્મચારી તરફથી સ્વૈચ્છિક છે. મતલબ કે તેઓ ઇચ્છે તો ફાળો આપે છે અને જો તેઓ ન ઇચ્છે તો નહીં.

નવા વેજ કોડનો અમલ આ વર્ષે ૧ એપ્રિલથી થવાનો હતો, પરંતુ તે મુલતવી રાખવામાં આવ્યો હતો. કેટલાક રાજયો હજી સુધી તેનો અમલ કરવા તૈયાર નથી. પરંતુ હવે તેનો અમલ ઓકટોબરમાં થઈ શકે છે. જયારે નવો વેજ કોડ લાગુ કરવામાં આવશે, ત્યારે કર્મચારીઓના સેલરી સ્ટ્રકચરમાં મોટો ફેરફાર જોવા મળશે. ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ સંસદે ત્રણ લેબર કોડ ઇન્ડસ્ટ્રિયલ રિલેશન, કામની સુરક્ષા, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન અને સોશિયલ સિકયોરિટીથી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા. આ નિયમો સપ્ટેમ્બર ૨૦૨૦ માં પાસ કરવામાં આવ્યા હતા.

(3:52 pm IST)