Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મિશિગનની વૈદેહી ડોંગરેએ

જીત્યો 'મિસ ઇન્ડિયા USA'નો પુરસ્કાર

મિશિગન, તા.૧૪: મિશિગનની ૨૫ વર્ષની વૈદેહી ડોગરેને મિસ ઇન્ડિયા યુએસએ૨૦૨૧ નો તાજ પહેરાવ્યો હતો. જયારે જયોર્જિયાની અર્શી લાલાનીને સપ્તાહને  આયોજિત સૌદર્ય સ્પર્ધામાં પહેલી રનર-અપ જાહેર કરવામાં આવી હતી. ૨૫ વર્ષીય ડોંગરેએ મિશિગન યુનિવસ્ર્ટિીથી ગ્રેજયુએટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ લીધું હતું, એમ તેણે કહયું હતું. તે એક મોટ કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે કામ કરે છે. હું મારા સમાજ પર એક હકારાત્મક અસર છોડવા ઇચ્છું છું અને મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા અને સાક્ષરતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. તેણે ભારતીય શાસ્ત્રીય ડાન્સ કથકના પફોર્મન્સ પર 'મિસ ટેલેન્ટેડ' નો પુરસ્કાર પણ જીત્યો હતો.

૨૦ વર્ષીય લાલાનીએ તેના પફોર્મન્સ અને વિશ્વાસથી સૌને આર્શ્ચચકિત કરી દીધા હતા અને તેને પહેલી રનર-અપ જાહેર કરવામાં આવી હતી. તે બ્રેઇન ટયુમરથી પીડિત છે. નોર્થ કેરોલિનાની મીરા કસારીને બીજી રનર-અપ ઘોષિત કરવામાં આવી હતી. ડાયના હેડકન કે જે 'મિસ વર્લ્ડ ૧૯૯૭' હતી એ આ સ્પર્ધાની મુખ્ય અતિથિ અને મુખ્ય જજ હતી.

આ ત્રણ અલગ-અલગ સ્પર્ધા (પેજન્ટસ)માં ૩૦ રાજયોની ૬૧ સ્પર્ધકો ભાગ લીધો હતો. આ ત્રણ સ્પર્ધા મિસ ઇન્ડિયા યુએસએ મિસિસ ઇન્ડિયા યુએસ અને મિસ ટીન ઇન્ડિયા યુએસએ હતી. આ ત્રણે સ્પર્ધાની વિજેતાઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે મુંબઇ જેવાની ટિકિટ આપવામાં આવી હતી. આશરે ૪૦ વર્ષ પહેલાં ન્યુયોર્કમાં જાણીતા ભારતવંશી અમેરિકી ધર્માત્મા સરન અને નીલમ સરને વર્લ્ડવાઇડ પેજન્ટ હેઠળ આ સ્પર્ધાની શરૂઆત કરી હતી.

(3:54 pm IST)