Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પેગાસસ જાસુસી વિવાદ પર વિપક્ષ આક્રમક : JPC તપાસની માંગણી કરાઇ

કોંગ્રેસ-સપા-બસપા સરકાર ઉપર તૂટી પડ્યા

નવી દિલ્હી, તા. ર૦ : સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના નિશાના પર કેન્દ્ર સરકાર છે.

હાલમાં જ ઉઠેલા ફોન હેકીંગ મામલાના ખુલાસાને લઇને વિપક્ષ એક જુથ છે. અને સરકાર પાસે જવાબ માંગવામાં આવી  રહ્યો છે.

કોંગ્રેસ સહિતના પક્ષોએ હવે આ મામલે જેપીસી તપાસની માંગણી કરી છે. સંસદના બંને ગૃહોમાં આ મામલો ઉઠયો છે.

કોંગ્રેસના સાંસદ શકિતસિંહ ગોહિલે આ વિવાદ પર કહ્યું હતું કે અમે જેપીસી તપાસની માંગણી કરીએ છીએ સરકારે જે જવાબ આપ્યો છે તે નિરાશાજનક છે.

માયાવતી અને અખીલેશ યાદવે પણ સરકારને આડે હાથ લીધેલ છે અને ટવીટ કરી કહ્યું છે કે જાસુસીનો ગંદો પોલ તથા બ્લેક મેઇલ ગંભીર બાબત છે. તપાસની માંગણી છે.

(3:57 pm IST)