Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કેરળ સરકારે બકરી ઇદની ઉજવણીની છૂટ આપીને દેશના નાગરિકો માટે રાષ્‍ટ્રવ્‍યાપી મહામારીના ખતરાને વધારી દીધોઃ સુપ્રિમ કોર્ટ દ્વારા કેરળ સરકારને ચેતવણી

સુપ્રીમ કોર્ટે કોવિડ-10ના ઉચ્ચ સંક્રમણવાળા વિસ્તારોમાં બકરી ઈદ અવસરે કેરલ સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટને બધી જ રીતે અનુચિત ગણાવી છે. અદાલતે કહ્યું છે કે, અમે કેરલ સરકારને બંધારણની અનુચ્છેદ 21 હેઠળ સમાવિષ્ટ જીવના અધિકાર પર ધ્યાન આપાવાનું નિર્દેશ આપીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેરલ સરકારે બકરી ઈદની અવસર પર આવી રીતની છૂટ આપીને દેશના નાગરિકો માટે રાષ્ટ્રવ્યાપી મહામારીના ખતરાને વધારી દીધો છે.

અદાલતે કેરલ સરકારને ચેતવી છે કે, જો બકરી ઈઈ માટે રાજ્ય દ્વારા આપવામાં આવેલી ઢીલથી કોવિડ-19નું વધારે પ્રસાર થાય છે તો રાજ્ય સરકારને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેરલ સરકારને આગામી બકરી ઈગના તહેવારને નજર સમક્ષ રાખીને રાજ્યમાં ત્રણ દિવસ માટે કોવિડ પ્રતિબંધોમાં છૂટ આપવા વિરૂદ્ધ દાખલ અરજી પર સોમવારે જ પક્ષ રાખવાનો આદેશ આપ્યો હતો.

બકરી ઈદનો તહેવાર હોવાના કારણે કેરલ સરકારે કપડા, જૂતા-ચપ્પલ, આભૂષણો, અન્ય સજાવટી દુકાનો, ઈલેક્ટ્રીક સાધનો વગેરે જેવી દુકાનો ખોલવા માટે છૂટ આપી હતી.

જણાવી દઈએ કે, પીઠ બકરી ઈદના તહેવારોને નજર હેઠળ રાખીને સરકાર દ્વારા પ્રતિબંધોમાં ઢીલ આપવાના મુદ્દાને લઈને દાખલ એક અરજી પર સુનાવણી કરી રહ્યું હતુ.

(5:26 pm IST)