Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓ સેબીના તપાસના દાયરામાં હોવાનું જાહેર થતા અદાણી ગ્રુપની 6માંથી 4 કંપનીના શેરમાં લોઅર સર્કિટ લાગ્‍યુઃ અત્‍યાર સુધીના સૌથી નીચેના ગાળામાં પહોંચી જતા રોકાણકારો શેર વેચવા લાગ્‍યા

મુંબઇ: ગૌતમ અદાણીની મુશ્કેલી વધતી જઇ રહી છે. મોનસૂન સત્રના પ્રથમ દિવસે સરકારે સદનમાં જણાવ્યુ કે અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓ સેબીના તપાસના દાયરામાં છે. 19 જુલાઇએ સદનમાં લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યુ કે અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓની સેબી અને સરકાર ડિરેક્ટર ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) તપાસ કરી રહી છે. આ સમાચાર આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરે ઘટાડાનું નવુ લેવલ બનાવ્યુ છે. મંગળવારે અદાણી ગ્રુપની 6માંથી 4 કંપનીઓના શેરમાં લોઅર સર્કિટ લાગુ ગયુ છે. શેર અત્યાર સુધીના સૌથી નીચેના ગાળામાં પહોચી ગયો છે. રોકાણકાર અદાણીના શેર વેચી રહ્યા છે.

આ શેરમાં લોઅર સર્કિટ

મહત્વપૂર્ણ છે કે મંગળવારે શેર માર્કેટ ખુલતા જ અદાણી ગ્રુપની 3 કંપનીમાં લોઅર સર્કિટ જોવા મળ્યુ હતું. થોડી વાર બાદ જ વધુ એક કંપનીમાં લોઅર સર્કિટ લાગી ગયુ હતું. આ રીતે 4 કંપનીમાં લોઅર સર્કિટ જોવા મળ્યુ હતું. બીજી તરફ અદાણીની અન્ય કંપનીના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી ગ્રીનના શેરમાં લોઅર સર્કિટ લાગી ગયુ હતુ. આ સિવાય અદાણી પાવરમાં પણ લોઅર સર્કિટ લાગ્યુ છે.

જાણો અદાણી કંપનીના શેરની સ્થિતિ

<< ‌‌‌‌ Bse પર આજે Adani Portના શેર 1.29% ઘટીને 665.00 રૂપિયા પર આવી ગયુ છે.

<< Adani Transmission Ltdના શેર 5.00% ઘટીને 920.55 રૂપિયા પર આવી ગયુ છે.

<< Adani Total Gas Ltdના શેરમાં 5.00% ઘટાડા બાદ આ 813.60 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યુ છે.

ADANI ENTERPRISES LTDના શેર 2.26% ઘટીને 1349.40 પર આવી ગયો છે.

ADANI POWER LTDના શેરમાં 4.99%નો ઘટાડો થયો છે. જેની પ્રાઇસ 97.20 રૂપિયા થઇ ગઇ છે.

જાણો શું છે ઘટના?

મહત્વપૂર્ણ છે કે શેર બજારમાં અદાણી ગ્રુપની 5 કંપની લિસ્ટેડ છે. નાણા મંત્રાલયે એમ પણ જણાવ્યુ કે ત્રણ ફોરેન પોર્ટફોલિયો ફંડ્સ અલબુલા ઇનવેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ લિમિટેડ અને APMS ઇનવેસ્ટમેન્ટ ફંડનું એકાઉન્ટ સેબીએ ફ્રીઝ કર્યુ હતુ. આ સમાચાર પહેલા પણ આવ્યા હતા પરંતુ તે બાદ NSDL તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં નથી આવ્યા.

જાણો શું છે લોઅર સર્કિટ અને ક્યારે લાગે છે?

ઘરેલુ શેર બજારમાં કોઇ ઇન્ડેક્સ અથવા શેરમાં મોટા ઘટાડા પર બિઝનેસ પર રોક લાગી જાય છે. જે સ્તર પર (ટકામાં) વ્યાપાર રોકાય છે, તેને સર્કિટ કહેવામાં આવે છે. આ બિઝનેસ સત્ર દરમિયાન ક્યારેય પણ લાગી શકે છે. આ બજારમાં ઉતાર-ચઢાવને કાબુમાં કરવાનું કામ કરે છે. લોઅર સર્કિટના ત્રણ તબક્કા હોય છે. આ 10 ટકા, 15 ટકા અને 20 ટકાના ઘટાડા પર લાગે છે. જો 10 ટકાનો ઘટાડો દિવસમાં 1 વાગ્યા પહેલા આવે છે તો બજારમાં એક કલાક માટે વ્યાપાર રોકી દેવામાં આવે છે. જેમાં શરૂઆતની 45 મિનિટ સુધી વ્યાપાર પુરી રીતે રોકાયેલો રહે છે અને 15 મિનિટનું પ્રી-ઓપન સેશન હોય છે.

(5:28 pm IST)