Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

નાણા મંત્રાલયે રાજ્યસભામાં કહ્યુ કે GST Councilએ પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાને લઇને હજુ સુધી કોઇ ભલામણ કરી નથીઃ નાણા મંત્રાલયે સ્પષ્ટ કહ્યુ કે પેટ્રોલિયમ પર એક્સાઇઝ ડ્યૂટીનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ વર્કસ માટે થાય છે

નવી દિલ્હી: નાણા મંત્રાલયે રાજ્યસભામાં કહ્યુ કે GST Councilએ પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાને લઇને હજુ સુધી કોઇ ભલામણ કરી નથી. નાણા મંત્રાલયે સ્પષ્ટ કહ્યુ કે પેટ્રોલિયમ પર એક્સાઇઝ ડ્યૂટીનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ વર્કસ માટે થાય છે. વર્તમાનમાં રાજકોષીય સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલા સોમવારમાં લોકસભામાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી રામેશ્વર તેલીએ કહ્યુ કે હજુ સુધી જીએસટી કાઉન્સિલે તેલ અને ગેસને જીએસટીના દાયરામાં સામેલ કરવાની ભલામણ કરી નથી, માટે અત્યારે પેટ્રોલિયમને જીએસટીની બહાર જ રાખવામાં આવશે, તેમણે આ જાણકારી સદનમાં લેખિતમાં આપી છે.

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી કલેક્શનમાં 88 ટકાનો ઉછાળો

રાજ્યમંત્રીએ કહ્યુ કે આ વધારાને કારણે એપ્રિલ 2020થી માર્ચ 2021 દરમિયાન પેટ્રોલ-ડીઝલથી એક્સાઇઝ ડ્યૂટી કલેક્શન 3.35 લાખ કરોડ રૂપિયા રહ્યુ છે. આ નાણાકીય વર્ષ 2019-20ના મુકાબલે આશરે બે ગણુ કલેક્શન છે. 2019-20માં પેટ્રોલ-ડીઝલથી એક્સાઇઝ કલેક્શન 1.78 લાખ કરોડ રૂપિયા રહ્યુ હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે જો લોકડાઉનને કારણે તેલનું વેચાણ કમી ના હોત તો આ કલેક્શન વધુ હોઇ શકે છે. લોકડાઉનને કારણે આખા દેશમાં આર્થિક ગતિવિધિ અને પરિવહનમાં કમી દર્જ કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2018-19માં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ કલેક્શ 2.13 લાખ કરોડ રૂપિયા રહ્યુ હતું.

ત્રણ મહિનામાં 1 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન

એક અન્ય સવાલના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યુ કે ચાલુ નાણાકીય વર્ષ પહેલા ત્રણ મહિના એટલે કે એપ્રિલથી જૂન 2021 દરમિયાન એક્સાઇઝ કલેક્શન 1.01 લાખ કરોડ રૂપિયા રહ્યુ છે. જોકે, જેમાં પેટ્રોલ-ડીઝલ સિવાય એટીએફ, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલ પર લગાવવામાં આવનાર એક્સાઇઝ પણ સામેલ છે. નાણાકીય વર્ષ 2020-21માં કુલ એક્સાઇઝ કલેક્શન 3.89 લાખ કરોડ રૂપિયા રહ્યુ છે. તેલીએ કહ્યુ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત હવે બજાર પર નિર્ભર છે અને તેલ કંપનીઓ તેને નક્કી કરે છે.

કેટલાક રાજ્યમાં 100 રૂપિયા પ્રતિ લીટર પાર પહોચ્યુ પેટ્રોલ-ડીઝલ

ગત વર્ષે જ્યારે પેટ્રોલ- ડીઝલ પર ટેક્સ વધારવામાં આવ્યો તો તેની સીધી અસર છુટક કિંમતો પર નહતી પડી, જેનું કારણ એવુ હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં મળી રહેલા સસ્તા ક્રૂડ ઓઇલથી વધારાને સમાહિત કરી લેવામાં આવ્યુ હતું પરંતુ માંગ વધવાની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત વધવા લાગી છે. હવે તેની અસર પેટ્રોલ-ડીઝલની કિંમત પર પડી રહી છે. દેશના અડધાથી વધુ રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની પાર જતુ રહ્યુ છે. જ્યારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઓરિસ્સામાં ડીઝલ પણ 100 રૂપિયા પ્રતિ લીટરની પાર મળી રહ્યુ છે.

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 39 વખત મોંઘુ થયુ પેટ્રોલ

તેલીએ કહ્યુ કે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાનીઅસર હોલસેલ પ્રાઇસ ઇંડેક્સ પર પણ જોવા મળી રહી છે. આ ઇન્ડેક્સમાં પેટ્રોલ,ડીઝલ અને એલપીજીનો વેટેજ ક્રમશ 1.60%, 3.10% અને 0.64% છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે ચાલુ નાણાકીય વર્ષ એટલે 2021-22માં અત્યાર સુધી પેટ્રોલની કિંમતમાં 39 વખત અને ડીઝલની કિંમતમાં 36 વખત વધારો થયો છે. જ્યારે પેટ્રોલની કિંમતમાં 1 વખત અને ડીઝલની કિંમતમાં માત્ર 2 વખત કાપ મુકાયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પેટ્રોલની કિંમત 76 વખત વધી હતી અને 10 વખત ઘટી હતી. બીજી તરફ ડીઝલની કિંમત 73 વખત વધી હતી અને 24 વખત ઘટી હતી.

(5:36 pm IST)