Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

અશ્લિલ ફિલ્મ કેસમાં રાજ કુંદ્રા ૨૩મી સુધી રિમાન્ડ પર

શિલ્પા શેટ્ટીના પતિ પર કાયદાનો શિકંજો કસાયો : રાજ કુન્દ્રાની ધરપકડ બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ રિયાલિટી શો સુપર ડાન્સર-૪ના શૂટિંગમાં આવવાનું ટાળ્યું

મુંબઈ, તા.૨૦ : અશ્લીલ ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આરોપ હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની સોમવારે ધરપકડ કરાયા બાદ તેને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે રાજ કુન્દ્રાના ૨૩મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુંબઈ પોલીસ કમિશનરે રાજ કુન્દ્રા કેસમાં મુખ્ય ષડયંત્રકાર હોવાનો દાવો કર્યો છે. ગઈકાલે સાંજે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ રિયાલિટી શો સુપર ડાન્સર ૪ના શૂટિંગમાં આવવાનું ટાળ્યું હતું. સૂત્રોનું માનીએ તો, શિલ્પા શેટ્ટી શોના શૂટિંગ માટે નહોતી આવી. જોકે, હાલ તેના શૂટિંગનું કોઈ રિશિડ્યૂલિંગ પણ નથી કરવામાં આવ્યું. કેસમાં રાજ કુંદ્રા અને તેના પાર્ટનર્સ વચ્ચે વોટ્સએપ પર થયેલી વાતચીતને મુખ્ય પુરાવા તરીકે રજૂ કરવામાં આવી છે.

બીજી તરફ, કેસની આરોપી ગહના વશિષ્ઠે દાવો કર્યો હતો કે કોઈ પોર્ન ફિલ્મો નહોતી. એકતા કપૂર, અનુરાગ કશ્યપ, વીભુ અગ્રવાલ સહિતના અનેક ફિલ્મ મેકર્સ બનાવે છે તેવી બોલ્ડ ફિલ્મો હતી. નેટફ્લિક્સ અને એમેઝોનની માફક અન્ય એપ્સમાં પણ ફિલ્મોને અપલોડ કરવામાં આવી હતી. તેણે કેસમાં કોઈપણ કૉમેન્ટ કરતા પહેલા લોકોને તે ફિલ્મો જોવા અપીલ કરતા કહ્યું હતું કે પોલીસ તેનો ખોટો મતલબ કાઢી રહી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાંચ ફેબ્રુઆરી ૨૦૨૧માં નોંધાયેલી અશ્લિલ ફિલ્મોના પ્રોડક્શન અને તેમને ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવાની એક ફરિયાદની તપાસ કરી રહી છે. સંદર્ભે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાજ કુન્દ્રા પર ઠગાઈ ઉપરાંત અશ્લિલ સામગ્રીનું પ્રોડક્શન અને વિતરણ કરવાના આરોપ લગાવ્યા છે.

અત્યારસુધીની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ફિલ્મો તેમજ ટીવીમાં કામ કરવા માટે આવતા અને સંઘર્ષ કરતા યુવક-યુવતીઓને લઈને આરોપીઓ અશ્લીલ ફિલ્મ બનાવતા હતા, અને તેને અલગ-અલગ પ્લેટફોર્મ પર રિલીઝ કરી તગડી કમાણી કરતા હતા. પ્રકારની ફિલ્મોના શૂટિંગ માટે મુંબઈના મડ આયલેન્ડમાં એક બંગલો પણ ભાડે લેવામાં આવ્યો હતો. જોકે, ફિલ્મોમાં કામ કરવા માટે ફરજ પાડવામાં આવી હોવાની ફરિયાદો કેટલીક યુવતીઓ દ્વારા કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી.ફેબ્રુઆરીમાં કેસની ઈક્ન્વાયરી શરુ થઈ ત્યારે પણ રાજ કુન્દ્રાનું નામ ખૂલ્યું હતું. જોકે, રાજ કુન્દ્રાએ મામલામાં પોતાની કોઈપણ સંડોવણી હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આખરે, પોલીસને તેની સામે પુરાવા પ્રાપ્ત થતાં ગઈકાલે રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવાયો અને રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ તેને જેજે હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈ પોલીસ કમિશનર ઓફિસમાં તેને આખી રાત ક્રાઈમ બ્રાંચના લોકઅપમાં રખાયા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.

રાજ કુન્દ્રા સાથે કેસમાં કુલ નવ આરોપી છે. જેમાં એક્ટ્રેસ અને મોડેલ ગહના વશિષ્ઠનો પણ સમાવેશ થાય છે, જેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, કાંડમાં યુકે સ્થિત પ્રોડક્શન કંપની કેનરિનની સંડોવણી બહાર આવી હતી, જેના થકી રાજ કુન્દ્રાનું નામ ખૂલ્યું હતું. પોલીસે કંપનીના એક્ઝિક્યુટિવ ઉમેશ કામતની ધરપકડ કરી હતી, જે રાજ કુન્દ્રાનો પૂર્વ કર્મચારી છે ને તે અશ્લીલ સામગ્રી જુદા-જુદા પ્લેટફોર્મ પર પબ્લિશ કરતો હતો.

જે અશ્લીલ વિડીયોને ઓનલાઈન મૂકાતા હતા, તેમનું શૂટિંગ ગહેના વશિષ્ઠ દ્વારા કરવામાં આવતું હતું. પોલીસને વાતની પણ શંકા છે કે રાજ કુન્દ્રા કેનરિન નામના પ્રોડક્શન હાઉસમાં હિસ્સો ધરાવતો હોય તો પણ નવાઈ નહીં. મુંબઈ પોલીસના કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું હતું કે, કાંડમાં રાજ કુન્દ્રા મુખ્ય કાવતરાખોર હોવાની શંકા છે.

(7:32 pm IST)