Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પંજાબ કોંગ્રેસના નવા વરાયેલા અધ્યક્ષ નવજોત સિધ્ધુ સામે ખેડૂતોનો વિરોધ, વાતચીત ટાળવી પડી

પંજાબ કોંગ્રેસના નવા વરાયેલા અધ્યક્ષ નવજોત સિધ્ધુ પર આફત : પંજાબ કોંગ્રેસના નવા વરાયેલા અધ્યક્ષ નવજોત સિધ્ધુ શહીદ ભગતસિંહના સ્મારક પર માથું ટેકવા ગયા હતા જ્યાં ખેડૂતોએ વિરોધ કરતા વાતચીત વગર પાછા ફર્યા

ચંદિગઢ, તા.૨૦ : પંજાબ કોંગ્રેસના નવા વરાયેલા અધ્યક્ષ નવજોત સિધ્ધુને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો છે.

આજે સિધ્ધુ શહીદ ભગતસિંહના સ્મારક પર માથુ ટેકવા માટે ગયા હતા અને આ વાતની ખબર ખેડૂત સંગઠનોને પડતા ખેડૂતો પણ ત્યાં પહોંચી ગયા હતા અને વિરોધ કરવા માંડ્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો ખેડૂતોએ જબરદસ્તી આગળ વધવાનુ શરૂ કરી દીધું હતું. પોલીસ દ્વારા પહેલા ખેડૂતો અને સિધ્ધુ વચ્ચે વાતચીત કરાવવાનુ આયોજન કરાયુ હતુ પણ પરિસ્થિતિ વણસતી જોઈને બેઠક ટાળી દેવામાં આવી હતી.

સિધ્ધુ જોકે હંમેશા કેન્દ્ર સરકાર સામે ખેડૂતોના આંદોલનના સમર્થનમાં રહ્યા છે. સિધ્ધુએ જે તે સમયે ખેડૂતોના સમર્થનમાં પોતાના ઘર પર કાળો ઝંડો પણ ફરકાવ્યો હતો.

સિધ્ધુનુ કહેવુ છે કે, કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદા થકી પોતાના કોર્પોરેટ મિત્રોને ફાયદો પહોંચાડવા માંગે છે અને હવે જ્યારે ખેડૂતો એક થઈ ગયા છે ત્યારે કેન્દ્ર સરકાર તેમને બદનામ કરી રહી છે.

(9:15 pm IST)