Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ચીને હવા સાથે વાતો કરનાર મેગ્લેવ ટ્રેનનુ લોન્ચિંગ કર્યું : 600 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડશે

ટ્રેનથી બેઇજિંગથી શંઘાઇ સુધી યાત્રા કરવામા માત્ર અઢી કલાક લાગશે ; બંને શહેરો વચ્ચેનું અંતર 1000 કિલોમીટરથી વધુ

નવી દિલ્હી :ચીને હવા સાથે વાતો કરનાર મેગ્લેવ ટ્રેનનું અનાવરણ કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ટ્રેન 600 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડશે. આ ટ્રેન હાઈ ટેમ્પરેચર સુપરંડક્ટિંગ પાવર પર ચાલે છે. જેના કારણે એવું લાગે છે કે, જાણે ચુંબકીય ટ્રેક્સ પર તરી રહી હોય. તેથી આ ટ્રેનને ફ્લોટિંગ ટ્રેન પણ કહેવામાં આવે છે.

600 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલનાર આ ટ્રેનથી બેઇજિંગથી શંઘાઇ સુધી યાત્રા કરવામા માત્ર અઢી કલાક લાગશે. બંને શહેરો વચ્ચેનું અંતર 1000 કિલોમીટરથી વધારે છે. કહેવામાં આવી રહ્યું છે કે, મેગ્લેવ ટ્રેન દેશમાં એરોપ્લેનથી યાત્રા કરનારા લોકો માટે વધુ એક શાનદાર ઓપ્શન બની શકે છે.

શંઘાઈથી બેઇંજિંગ વચ્ચેનું અંતર એક હજાર કિલોમીટર છે અને પ્લેનથી શંઘાઇથી બેઇજિંગ જવામાં લગભગ ત્રણ કલાકનો સમય લાગે છે, જ્યારે ચીનીન હાઈ સ્પીડ ટ્રેનથી જવામાં સાઢા પાંચ કલાકનો સમય લાગશે.

રિપોર્ટ અનુસાર પાછલા વીસ વર્ષથી ચીન આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. ચીનનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર શંઘાઈમાં મેંગ્લેવ ટ્રેનની નાની લાઈન પણ છે, જે એરપોર્ટથી શહેર સુધી ચાલે છે, પરંતુ હવે ચીને શહેરોને જોડવા માટે મૈગ્લેવ ટ્રેનને ચલાવવાની યોજના બનાવી છે.

(11:34 pm IST)