Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પેગાસસ ફોન હેકિંગ:અભિષેક બેનર્જીના સંપૂર્ણ કોલ રેકોર્ડ હોવાનો શુભેન્દુનો દાવો: ભાજપ ફસાઈ

શુભેંન્દુ અધિકારીનો એક વિડિયો બહાર આવ્યો: અધિકારીનો આ દાવાને હવે તેને પેગાસસ સાથે જોડી દેવાયો

નવી દિલ્હી :  પેગાસસ જાસુસી મામલે મોદી સરકાર પર વિપક્ષો આક્રમક બન્યા છે, અને સરકાર આરોપો નકારી રહી છે,ત્યારે પશ્ચિમ બંગાળનાં બિજેપી નેતા શુભેંન્દુ અધિકારીનો એક વિડિયો બહાર આવ્યો છે, જેમાં તેણે કહ્યું કે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીનાં ભત્રીજા અભિષેક બેનર્જીમાંથી કરાયેલા તમામ ફોન કોલનો રેકોર્ડ છે, અધિકારીનો આ દાવાને હવે તેને પેગાસસ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં,અધિકારી BJP ની જાહેર સભાને સંબોધન કરતા જોઇ શકાય છે, એક દિવસ પછી સંસદમાં વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્રમાં વિરોધ પક્ષના નેતાઓની જાસૂસી કરવા માટે ઇઝરાયલી મૈલવેરનો ઉપયોગ કરીને BJP પર નિશાન સાધ્યું હતું, જેમાં પત્રકારો, રાજકારણીઓ અને ઘણા અધિકારીઓનો આરોપ મૂક્યો હતો. TMC એ એમ પણ આરોપ લગાવ્યો છે કે અભિષેક બેનર્જી એવા લોકોમાં હતા જેમના ફોન ટેપ થયા હતા

(12:05 am IST)