Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

' બલ્લે બલ્લે ...' : કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમા પંજાબી ભાષા ચોથા ક્રમે : હિન્દી બોલનારાઓની વસતીમાં 66 ટકાનો વધારો : દેશમાં ભારતીય ભાષાઓ બોલતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે : સ્ટેટિસ્ટિક્સ કેનેડા દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ

કેનેડા : ' બલ્લે  બલ્લે ...'. તાજેતરમાં સ્ટેટિસ્ટિક્સ કેનેડા દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દેશમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમા પંજાબી ભાષા ચોથા ક્રમે છે.

જોકે કેનેડામાં પંજાબી ભાષા આંકડાની દૃષ્ટિએ ભલે ચોથા સ્થાને હોય, પરંતુ 2016 અને 2021ની વચ્ચે, જ્યાં મેન્ડેરિનનો વિકાસ 15 ટકાના દરે થયો છે. જ્યારે પંજાબીના કિસ્સામાં આ સંખ્યા 49 ટકા છે.

કેનેડામાં ભારતીય ભાષાઓ બોલતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડા દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ દ્વારા આનો પુરાવો આપવામાં આવ્યો છે. બુધવારે બહાર આવેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પંજાબી કેનેડામાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. આ સિવાય દેશમાં હિન્દી, મલયાલમ સહિતની ઘણી ભાષાઓ બોલનારાઓની સંખ્યા પણ ઝડપથી વધી છે.

આંકડા દર્શાવે છે કે કેનેડામાં પંજાબી ભાષામાં છેલ્લા 5 વર્ષમાં 49 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશની બે સત્તાવાર ભાષાઓ એટલે કે અંગ્રેજી અને ફ્રેન્ચ પછી મેન્ડરિન અને પંજાબી સૌથી વધુ બોલાય છે. અહીં લગભગ 5.3 લાખ લોકો મેન્ડરિનનો ઉપયોગ કરે છે. તે જ સમયે, 5.2 લાખ પંજાબી બોલનારા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:46 pm IST)