Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

વેચાણ વધારવા DOLOએ ડોક્ટરોને આપી 1000 કરોડની ગીફ્ટ! કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

Dolo 650 case: સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી યુસીપીએમપી કાયદેસર કરવામાં આવે. જેનાથી પ્રક્રિયામાં પારદર્શક્તા આવે અને જવાબદારી આવે. અપીલ કરતાએ કહ્યું કે તેના ન હોવાથી દર્દીઓને બ્રાન્ડેડ કંપનીઓની બહુ મોંઘી દવાઓ ખરીદવી પડે છે કારણ કે મોટાભાગે ડોક્ટર ગિફ્ટ મળવાની લાલચમાં આ જ દવાઓનું નામ લખીને આપે છે.

તાવની દવાના ઉત્પાદકો ડોલો-650 ટેબ્લેટ્સ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પ્રિસ્ક્રિપ્શન પર દર્દીઓને દવાનું નામ લખવા માટે ડોકટરોને 1,000 કરોડ રૂપિયાની ભેટ વહેંચી હતી. સુપ્રીમ કોર્ટે  તેને ગંભીર મુદ્દો ગણાવ્યો છે અને કેન્દ્રને 10 દિવસની અંદર જવાબ આપવા કહ્યું છે. અરજદાર ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ એસોસિયેશન ઓફ ઇન્ડિયા  તરફથી હાજર રહેલા એડવોકેટ સંજય પરીખે કોર્ટમાં દાવો કર્યો હતો કે, તાવના દર્દીઓની સારવાર માટે ડોલો-650નું નામ સૂચવવા માટે ડોક્ટરોને રૂ.1,000 કરોડથી વધુની ભેટ આપવામાં આવી છે. પરીખે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ ના રિપોર્ટને ટાંકીને કોર્ટને આ માહિતી આપી હતી.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે દવાઓના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ડોકટરોને ભેટ આપતી કંપનીઓની જવાબદારી પણ સુનિશ્ચિત થવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આવા કિસ્સાઓમાં કેસ ડોક્ટરો પર ચાલે છે, પરંતુ ફાર્માસ્યુટિકલ કંપનીઓ બચી જાય છે. અરજીમાં યુનિફોર્મ કોડ ઓફ ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસીસ પાસેથી વૈધાનિક સમર્થનની માંગ કરવામાં આવી હતી.
પરીખે હાલના કોડને બંધનકર્તા બનાવવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આના અભાવે દર્દીઓને બ્રાન્ડેડ કંપનીઓની ખૂબ જ ઊંચી કિંમતની દવાઓ ખરીદવી પડે છે, કારણ કે ઘણી વખત તેમની સારવાર કરી રહેલા ડોક્ટરો ગિફ્ટ મેળવવાની લાલચમાં પ્રિસ્ક્રિપ્શન પર આ દવાઓના નામ લખે છે. જોકે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, "અમે આદેશ ન આપી શકીએ કે સંસદ કાયદો બનાવે."
ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે તે એક ગંભીર મુદ્દો છે. મને પણ કોવિડ થયો હતો ત્યારે મને પણ આવું જ કરવાનું કહેવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારને દસ દિવસની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ સ્થિતિમાં ગ્રાહક બ્રાન્ડેડ દવાઓ માટે ચૂકવણી કરે છે, જેનું નામ ડોક્ટરો દ્વારા રાખવામાં આવે છે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે યુસીપીએમપીને વૈધાનિક આધાર આપવાથી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી મળશે. હવે આ મામલે ફરીથી કોર્ટમાં દસ દિવસ બાદ સુનાવણી થઇ શકે છે.

 

(10:10 am IST)