Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

મધ્યપ્રદેશના બાલાઘાટમાં મોબાઇલની બેટરી થઈ અચાનક બ્લાસ્ટ : સમગ્ર ઘટના CCTVમાં કેદ

મોબાઇલ દુકાનદારે પોતાની દુકાનમાં મોબાઇલ ચાર્જમાં મુક્યો અને મોબાઇલની બેટરી ઓવરચાર્જ થઇ જતા તેમાં થયો જબરજસ્ત બ્લાસ્ટ

બાલાઘાટ : જો તમે ઈન્ટરનેટની દુનિયામાં સક્રિય છો, તો તમે આ વાત સારી રીતે સમજી જ ગયા હશો, અહીં હાજર પ્લેટફોર્મ પર કેટલાક વીડિયો વાયરલ થતા રહે છે. આમાં ઘણી વસ્તુઓ હાસ્યજનક હોય છે, તો ઘણી વસ્તુઓ જોઈને આશ્ચર્ય થાય છે. આવો જ એક આશ્ચર્યજનક વીડિયો આ દિવસોમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે.

મોબાઇલમાં ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થવાના અનેક બનાવો બનતા રહે છે. આવો જ એક બનાવ મધ્યપ્રદેશના બાલાઘાટમાં બન્યો હતો. એક મોબાઇલ દુકાનદારે પોતાની દુકાનમાં મોબાઇલ ચાર્જમાં મુક્યો હતો. આ મોબાઇલની બેટરી ઓવરચાર્જ થઇ જતા તેમાં બ્લાસ્ટ થયો હતો.

મોબાઇલમાં બ્લાસ્ટ થવાના કારણે દુકાનદાર તેમજ દુકાને આવેલો ગ્રાહક ગભરાઇ ગયા હતા. સદનસિબે મોબાઇલ બ્લાસ્ટમાં કોઇ જાનહાનિ કે કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર નથી. આ મોબાઇલ બ્લાસ્ટ થવા પર દુકાનદાર અને ગ્રાહક માંડ માંડ બચી ગયા. મોબાઇલ બ્લાસ્ટ થવાનો આ વીડિયો ઝડપથી ઇન્ટરનેટ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

(11:54 pm IST)