Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

જન્માષ્ટમીએ કાન્હાના જન્મની ઉજવણી બાદ બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમ્યાન ભક્તોની ભીડ ઉમટી: ગૂંગળામણથી ર લોકોના મોત

દર્શન માટે ઉમટેલી ભીડને કારણે બાંકે બિહારી મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી, જેના કારણે મંદિર પરિસરમાં હાજર લોકોને ગૂંગળામણ થવા લાગી હતી જેના કારણે બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજતાં લોકોને ભારે મુશ્કેલી પડી હતી

નવી દિલ્‍હીઃ જન્માષ્ટમીએ કાન્હાના જન્મની ઉજવણી બાદ બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમ્યાન ભક્તોની ભીડ ઉમટી હતી. આ દરમ્યાન ઠાકુર બાંકે બિહારીના દર્શન માટે ઉમટેલી ભીડને કારણે બાંકે બિહારી મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી, જેના કારણે મંદિર પરિસરમાં હાજર લોકોને ગૂંગળામણ થવા લાગી હતી. જેના કારણે બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજતાં લોકોને ભારે મુશ્કેલી પડી હતી. આ સાથે 6 લોકો ઘાયલ પણ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમ્યાન એક દુ:ખદ ઘટના સામે આવી છે. મંદિરમાં મંગળા આરતી દરમ્યાન ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે લોકોનો શ્વાસ રૂંધાયો હતો અને બે લોકોના મોત પણ થયા હતા.  આ તરફ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ તરફ અકસ્માત બાદ મથુરાના SSPનું નિવેદન સામે આવ્યું છે. મથુરાના SSPએ જણાવ્યું હતું કે, બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમ્યાન મંદિરના એક્ઝિટ ગેટ પર એક ભક્ત બેહોશ થઈ ગયો હતો. જેના કારણે ભક્તોની અવરજવર પર રોક લાગી હતી. મંદિરની અંદર લોકોની ભારે ભીડ હતી. જેના કારણે મંદિર પરિસરમાં અફરા-તફરી મચી ગઈ હતી અને લોકોનો શ્વાસ રૂંધાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

(11:59 am IST)