Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

મુંબઈમાં 26/ 11 જેવો એક બીજો હુમલો થશે: મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો

સાથે જ વોટ્સ એપ દ્વારા પણ ધમકીભર્યા સંદેશા મળ્યા: ધમકી ભર્યો આ મેસેજ કોઈ વિદેશી નંબરથી આવ્યો: મેસેજમાં લખ્યું છે કે મુબારક હો, મુંબઈમાં હુમલો થવાનો છે, તે તમને 26/11ની યાદ તાજા કરાવ

Mumbai Attack: મુંબઈમાં ફરીથી 26/11 જેવો હુમલો કરવાની ધમકી, વિદેશથી આવ્યો ધમકીભર્યો ફોન

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. મુંબઈમાં આતંકી હુમલાને અંજામ આપવાની ધમકી અપાઈ છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં આ ધમકીભર્યો કોલ આવ્યો. કોલમાં કહેવાયું કે મુંબઈમાં 26/ 11 જેવો એક બીજો હુમલો થશે. આ ફોન વિદેશથી આવ્યો છે. આ સાથે જ વોટ્સ એપ દ્વારા પણ ધમકીભર્યા સંદેશા મળ્યા છે.

મુંબઈને ઉડાવવાની તૈયારી

ધમકી ભર્યો આ મેસેજ કોઈ વિદેશી નંબરથી આવ્યો છે. મેસેજમાં લખ્યું છે કે મુબારક હો. મુંબઈમાં હુમલો થવાનો છે. તે તમને 26/11ની યાદ તાજા કરાવશે. આ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે 6  લોકો ભારતમાં આ કામને અંજામ આપશે. ધમકી આપનારાએ આગળ લખ્યું છે કે મુંબઈને ઉડાવવાની તૈયારી કરી રહ્યા છીએ. હું પાકિસ્તાનથી છું. જો લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરશો તો તે બહારનું દેખાડશે. અમારા લોકોનું કોઈ ઠેકાણું નથી.

ઉદયપુર જેવો કાંડ દોહરાવવાની ધમકી

ધમકી આપનારાએ  કેટલાક નંબર પણ શેર કર્યા છે. તેણે લખ્યું છે કે આ માટે મે પહેલા જ તમને ઈન્ડિયાના નંબર આપ્યા છે. મેસેજમાં આગળ કહેવાયું છે કે ઉદયપુર જેવો સર તન સે જુદા વાળો કાંડ પણ થઈ શકે છે. હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે જ અન્ય એજન્સીઓને પણ તેની જાણકારી આપવામાં આવી છે.

(10:56 am IST)