Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

અમદાવાદ-ગાંધીનગર સહિત આ 13 શહેરોમાં સૌથી પહેલા શરૂ થશે 5G

29 સપ્ટેમ્બરનાં રોજ શરૂ થઈ શકે છે આ સુવિધા : ભારતમાં શરૂ કરવામાં આવશે 5G સુવિધા

નવી દિલ્‍હી ઃ ભારતમાં 5G સેવાઓ શરૂ થવા જઈ રહી છે અને તેના સ્પેક્ટ્રમની હરાજી પૂરી થઈ ગઈ છે. દેશની પ્રમુખ પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ જિયો, એરટેલ અને વોડાફોન આઇડિયા સાથે સાથે આ વખતે અદાણી ગ્રુપ પણ આ હરાજીમાં ભાગ લેશે. હરાજી બાદથી બધી કંપનીઓ પોતાની ટાઈમલાઇનનો ખુલાસો કરી રહી છે કે તેઓ પોતાનાં યુઝર્સ માટે 5G સેવા આપવા માટે કેટલા પૈસા ચાર્જ કરી શકે છે. 

પ્રધાનમંત્રીએ પોતાની સ્વતંત્રતા દિવસની સ્પીચ દરમિયાન એમ તો કહ્યું જ હતું કે 5Gની સ્પીડ 4G કરતાં દસ ઘણી હોય શકે છે, પરંતુ કિંમતને લઈને કંઇ કહ્યું ન હતું. જ્યાં પહેલા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં 5G સર્વિસ એક પ્રીમિયમ સર્વિસ હશે અને તેની કિંમયત 4G કરતાં વધારે હશે, જ્યારે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં 5G અફોર્ડેબલ હશે અને તેની કિંમત 4G જેટલી જ હોય શકે છે. 

ભારતમાં 5G સેવાઓને પહેલા ફેઝમાં માત્ર અમુક જ શહેરોમાં રોલઆઉટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પહેલા ફેઝમાં જે 13 શહેરો સામેલ છે, તેમાં અમદાવાદ, ગાંધીનગર, ગુરુગ્રામ, બેંગલોર, ચંદીગઢ, ચેન્નાઈ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ, પુના છે. આ શહેરોમાં રહેતા લોકોને 5G અનુભવ કરવાની તક સૌથી પહેલા મળશે. 

લેટેસ્ટ સમાચારો અને અપડેટ અનુસાર, 29 સપ્ટેમ્બરનાં રોજ 5G સેવાઓ જાહેર કરી શકાય છે. 29 સપ્ટેમ્બરનાં રોજ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022નું ઉદ્ધાટન કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, આ અવસરે ભારતમાં 5G સેવાઓ પણ જાહેર કરી શકાય છે. પહેલા એમ સમાચાર મળી રહ્યા હતા કે 15 ઓગસ્ટ, 2022નાં રોજ ઓફિશિયલી 5G રોલઆઉટ કરવામાં આવશે પણ એમ બન્યું નહીં. 

(12:19 pm IST)