Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ચીનમાં સૌથી ખરાબ દુષ્‍કાળની સ્‍થિતિ : ૩૪ વિભાગોમાં ૬૬ નદીઓ સૂકી ભઠ્ઠ : કારખાના બંધ કરવા પડયા : પાક નિષ્‍ફળ જવા ભય : રાષ્‍ટ્રીય અકાલ જાહેર : ૬૦% વરસાદ ઓછો પડયો : રોકેટો દ્વારા કૃત્રિમ વરસાદના પ્રયોગો : એશિયાની સૌથી મોટી ‘યાંગ્‍ત્‍ઝી' નદીના અનેક ભાગો સુકાઇ ગયા

બીજિંગ : ચીનના દક્ષિણ - પヘમિ વિભાગની ૩૪ કાઉન્‍ટીમાં વહેતી ૬૬ નદીઓ સૂકાઇ જતા અને ૬૦ ટકાથી ઓછો વરસાદ નોંધાયાના પગલે ચીને વર્ષનું પ્રથમ ‘રાષ્‍ટ્રીય અકાલ એલર્ટ' જાહેર કર્યું છે.

કૃત્રિમ વરસાદ દ્વારા પહેલેથી જ પર્યાવરણની પથારી ફેરવી ચૂકેલા ચીનના જંગલોમાં પ્રચંડ દાવાનળોને કારણે આ દુષ્‍કાળ ફસલો માટે આપત્તિ સમાન ગણાવાય છે.

રોકેટ મારફત અવકાશમાં કેમીકલ છોડી કૃત્રિમ વરસાદ વરસાવવા પ્રયાસ હાથ ધરાઇ રહેલ છે પરંતુ કલાઉડ કવરની કમીને કારણે આ પ્રયાસો નાકામ સાબિત થવાનો ભય છે. જળવિદ્યુત ડેમો અડધાથી પણ ઓછી માત્રામાં કામ કરી રહ્યા છે. ચીનનો સૌથી મોટો તાજા પાણીનું સરોવર ‘પોયાંગ' પોણા ભાગનું ખાલી છે. જિયાંગ્‍સી પ્રાંતમાં સતત ભારે ગરમીને લીધે આ સ્‍થિતિ સર્જાઇ છે.

ચીનના અનેક સ્‍થળે ૪૫ ડીગ્રી ઉપર તાપમાન ચાલ્‍યું ગયેલ. ૪૫ લાખ ચો.કિ.મી.માં ૩૫ ડિગ્રીથી વધુ તાપમાન છે. જુલાઇમાં ભારે ગરમીથી ૪૦ કરોડ ડોલરનું નુકસાન થયું છે. ૫૫ લાખ લોકોને સીધી અસર પહોંચી છે. અનેક પ્રાંતોમાં કારખાનાઓ માટે વીજળીનું રેશનીંગ કરાયું છે. એરકંડીશનર ઓછું ચલાવવા કહેવાયું છે. લાઇટો ઓછી બાળવા કહેવાયેલ છે.

(1:07 pm IST)