Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદઃ રોડ બ્‍લોક-ભૂસ્‍ખલન

નવી દિલ્‍હીઃ હિમાચલ પ્રદેશના મંડી સહિતના અનેક ભાગોમાં ગઇ મધરાતથી ભારે વરસાદના પગલે શિલ્‍લા ગળડવાના, કાટમાળ તૂટી પડવાના અનેક બનાવ બન્‍યા છે. પોલીસ અને એન.ડી.આર.એફ. ટીમો સતત બચાવ કાર્યમાં જોડાઇ ગયેલ છે. રસ્‍તાઓ બંધ થયાના અહેવાલો મળી રહ્યા છે. જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઇ ગયું છે. ઠેર-ઠેર ભૂસ્‍ખલન થયું છે. મોટા નુકશાનના વાવડ મળે છે.

(1:15 pm IST)