Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

અમેરિકામાં ઇન્ડિયન કોમ્યુનિટી આઉટરીચ (ICO) એ ઉમંગપૂર્વક ઉજવ્યો ભારતનો સ્વાતંત્ર્ય દિન : આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં રંગ બેરંગી ફ્લોટસ સાથે નીકળેલી પરેડમાં 40,000 થી વધારે લોકો ઉમટી પડયા : શાસ્ત્રીય અને આધુનિક ડાન્સ ,બાળકો માટે રમત ગમત, હેલ્થ, ફૂડ કોર્ટ,ઈન્ડિયન બજાર, ફેશન, ક્લોથિંગ, જ્વેલરી અને ફર્નિચરના સ્ટોર્સ સહીત 100 થી વધારે બુથોએ આકર્ષણ જગાવ્યું : ભારતના શિકાગો ખાતેના કોન્સ્યુલેટ જનરલ શ્રી અમિતકુમાર તથા તેમની પત્ની સુશ્રી સુરભીકુમારએ હાજરી આપી

શિકાગો : શિકાગોની નજીકમાં નેપરવિલ શહેરમાં આવેલી નોર્થ હાઇસ્કૂલ ના રોટરી હીલ પાર્ક માં Indian Community Outreach  (ICO) દ્વારા 14 મી ઓગસ્ટે ભારતની આજાદી ના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી. જેમાં 40,000 થી વધારે જનસમૂહએ હાજરી આપી હતી. આ પ્રસંગે ભારતીય અમેરિકાનોએ ભારત પ્રત્યેનો પ્રેમ દર્શાવવા મોટી સંખ્યામાં હાજરી આપેલ.

ICO ના અધ્યક્ષ શ્રી ક્રિષ્ના બંસલે જણાવ્યુંકે Indian Community Outreach  (ICO) ઈન્ડિયન અમેરિકનો માટે તેમની ટેલન્ટ ,ડાન્સ ,મ્યુજિક અને કલ્ચર પ્રદર્શિત કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડેછે. જુદી જુદી કોમુનિટી સંસ્થાઓ તથા બીજનેસો દ્વારા રંગ બેરંગી ફ્લોટસ તૈયાર કરવામાં આવેલ. 100 થી વધારે બુથો દ્વારા તેમની પ્રોડક્ટ જેવીકે હેલ્થ, ફૂડ કોર્ટ, તેમના સ્પેશિયલ મેનુ તૈયાર કરવામાં આવેલ, બાળકો માટે રમત ગમત નો પાર્ક, ઈન્ડિયન બજાર, ફેશન, ક્લોથિંગ, જ્વેલરી અને ફર્નિચરના સ્ટોર્સ ઊભા કરવામાં આવેલ.

2015 માં શરૂ કરેલ ઈન્ડિયા ડે જડપ થી USA માં સૌથી મોટા ભારતીય અમેરિકન તહેવારોમાંનો એક બની ગયો છે. પરેડ, શિક્ષણ, ખોરાક અને મનોરંજન દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વરસાનો અનુભવ કરવા માટે શિકાગો લેન્ડ અને મિડવેસ્ટ સમુદાયને એક સાથે લાવવો તે મહત્વનું છે. 2015 થી 2022 સુધીમાં હજારો લોકોએ હાજરી આપી હતી અને 2022 માં નોંધપાત્ર વૃદ્ધિ થયેલછે. આ પ્રસંગે ભારતના શિકાગોના માનનીય કોનસુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના શ્રી અમિત કુમાર તથા તેમની પત્ની સુશ્રી સુરભી કુમારએ હાજરી આપી હતી. આ પ્રસંગે હાજર રહેલા  બોલીવુડ ના Heartthrob Sensation Singer Guru Randhawa એ સતત 3 કલાક સુધી બૉલીવુડ સોંગ ગાઈને મનોરંજન પીરસેલ. આ પ્રસંગે TV
Asia ના મીડ વેસ્ટ બ્યુરો ના ચીફ સુશ્રી વંદના જિંગન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોટા સુશોભિત ફ્લોટસ ,રંગબેરંગી ભારતીય લોક શાસ્ત્રીય અને આધુનિક ડાન્સ , નાસ્તા, પીણાં ,બાળકોનો રમત ગમતનો એરિયા, ફેશન શૉ , કોન્સર્ટ તથા જવેલરી ની ખરીદી મુખ્ય બાબતો રાખવામાં આવેલ હતી. અંતમાં Heartthrob Sensation Singer Guru Randhawa જેવાએ ભારતની આજાદી ના 75 વર્ષની ઉજવણી ને તેમના પર્ફોર્મનસે આખા શિકાગોને આનંદમય બનાવી દીધેલ.તેવું ફોટો અને માહિતી શ્રી જયંતી ઓઝા (શિકાગો) USA દ્વારા જાણવા મળે છે.

 

(1:51 pm IST)