Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

બાંગ્‍લાદેશના વડાપ્રધાન ૫ થી ૮ સપ્‍ટેમ્‍બરના ભારત આવશે : નરેન્‍દ્રભાઇ સાથે મંત્રણા કરશે : જયપુર - અજમેર શરીફ પણ જવાના છે : બંને દેશના વડાપ્રધાનો સંયુક્‍ત રીતે સ્‍વાધિનતા રોડનું ઉદ્‌ઘાટન કરશે

નવી દિલ્‍હી : ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે સપ્‍ટેમ્‍બરમાં વેપાર, કનેક્‍ટિવિટી અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર મોટી ચર્ચા થવાની અપેક્ષા છે. બાંગ્‍લાદેશના વડાપ્રધાન શેખ હસીના સપ્‍ટેમ્‍બરમાં ભારતની મુલાકાતે આવવાના છે. તાજેતરમાં હસીનાએ બાંગ્‍લાદેશમાં રહેતા હિંદુ સમુદાયના અધિકારોની વાત કરી હતી. તેમણે અન્‍ય ધર્મના લોકોને અપીલ કરી કે તેઓ પોતાને લઘુમતી ન ગણે.

અહેવાલો મુજબ બાંગ્‍લાદેશની પીએમ હસીના ૫ સપ્‍ટેમ્‍બરે ભારતની મુલાકાત લઈ શકે છે. સુરક્ષા અધિકારીઓ અને ઢાકા ટીમ સહિત વિદેશ મંત્રાલય આ મુલાકાતને લઈને ભારત સાથે ચર્ચા કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્‍યું કે તે ૮ સપ્‍ટેમ્‍બર સુધી ભારતમાં રહેશે.

ચાર દિવસની મુલાકાત દરમિયાન તે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને અન્‍ય ભારતીય નેતાઓને મળવાની અપેક્ષા છે. આ સિવાય તે જયપુર અને અજમેર શરીફની યાત્રા કરી શકે છે. તે ૮ સપ્‍ટેમ્‍બરે ઢાકા પરત ફરે તેવી શક્‍યતા છે. પીએમ મોદી તેમના બાંગ્‍લાદેશી સમકક્ષ સાથે સંયુક્‍ત રીતે ‘સ્‍વાધિનતા રોડ'નું ઉદ્‌ઘાટન કરી શકે છે.

૬ સપ્‍ટેમ્‍બરે દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન બંને દેશો વચ્‍ચે વેપાર, કનેક્‍ટિવિટી અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર મહત્‍વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે. આ સિવાય સૂત્રોએ જણાવ્‍યું કે ભારત અને બાંગ્‍લાદેશ સરહદ વ્‍યવસ્‍થાપન, વિકાસ સહયોગ પર પણ વાતચીત કરી શકે છે.

ોરોના વાયરસ મહામારી બાદ શેખ હસીના પહેલીવાર ભારતની યાત્રા કરી રહી છે. અગાઉ તે ૨૦૧૯માં ભારત આવ્‍યા હતા, જયારે પીએમ મોદી ગત માર્ચમાં બાંગ્‍લાદેશ ગયા હતા.

(1:54 pm IST)