Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

અમેરિકાની કીઝ પહેલી વાર નંબર-વન સામે સેટ જીત્યા પછી મૅચ પણ જીતી

નવી દિલ્‍હીઃ મહિલા ટેનિસમાં પચીસમો રૅન્ક ધરાવતી અમેરિકાની મેડિસન કીઝ અગાઉ કેટલીક વાર વર્લ્ડ નંબર-વન ખેલાડી સામે રમી હતી, પરંતુ ક્યારેય તેમની સામે એક પણ સેટ નહોતી જીતી શકી. જોકે ગુરુવારે સિ‍નસિનાટીમાં તેણે વેસ્ટર્ન ઍન્ડ સધર્ન ઓપનમાં કમાલ કરી હતી. તેણે નંબર-વન અને બે ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી ઇગા સ્વૉનટેક સામેના સળંગ બે સેટ જીતીને તેને સ્પર્ધાની બહાર કરી દીધી હતી. કીઝ ૬-૩, ૬-૪થી જીતી હતી. કીઝ હવે વિમ્બલ્ડન ચૅમ્પિયન એલીના રબાકીના સામે રમશે.

અન્ય એક મહત્ત્વના મુકાબલામાં ઇંગ્લૅન્ડની નંબર-વન ખેલાડી અને યુએસ ઓપન ચૅમ્પિયન એમ્મા રાડુકાનુ જેણે આ ટુર્નામેન્ટમાં સેરેના વિલિયમ્સને હરાવી હતી તે ગુરુવારે અમેરિકાની જેસિકા પેગુલા સામે ૫-૭, ૪-૬થી હારી ગઈ હતી.

પુરુષોમાં વર્લ્ડ નંબર-વન ડેનિલ મેડવેડેવ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ડેનિસ શાપોવાલોવને ૭-૫, ૭-૫થી હરાવીને ક્વૉર્ટરમાં પહોંચી ગયો હતો.

(1:57 pm IST)