Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ફિફાનેભારતની સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીની વિનંતીઃ મોહન બાગાનના ખેલાડીઓ પ્રતિબંધ પહેલા જ ત્‍યાં પહોંચી ગયા હોય તેને રમવાની છૂટ આપો

મુંબઇઃ ભારતીય ફુટબોલ ફેડરેશનમાં  થર્ડ પાર્ટીઝ (ભૂતપૂર્વ ખેલાડીઓ) ની બિનજરૂરી દરમ્યાનગીરી થતી હોવાના આક્ષેપ સાથે ફિફાએ ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન પર પ્રતિબંધ મૂકીને ભારતીય ફુટબોલરોને આંતરરાષ્ટ્રીય મેચોમાં રમવાની મનાઈ કરી છે, પરંતુ ભારતના સ્પોર્ટ્સ મંત્રાલયે ફિફાને વિનંતી કરી છે કે “શ્રી ગોકુલમ કેરલા એફસીની ટીમ આ બેન પહેલાં જ ટુર્નામેન્ટ્સ રમવા ઉઝબેકિસ્તાનમાં અને એટીકે મોહન બગાનના પ્લેયર્સ બાહરિન પહોંચી ગયા હોવાથી તેમના પરથી હાલ પૂરતો પ્રતિબંધ હટાવીને તેમને રમવાની છૂટ આપો.'

(2:15 pm IST)