Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ર૯ ઓગસ્‍ટથી શરૂ થઇ રહેલ યુએસ ઓપન જીતનારને મળશે અધધધ.... ર૧ કરોડ રૂપિયાઃ રનર્સઅપને ૧૩ કરોડ

નવી દિલ્‍હીઃ દર વર્ષે ટેનિસની ચાર ગ્રેન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમાતી હોય છે અને એમાં સૌથી છેલ્લે (આ વખતે ૨૯ ઓગસ્ટથી) રમાતી યુએસ ઓપન માટે ઇનામી રકમના નવા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે મુજબ યુએસ ઓપનનું સિંગલ્સનું ટાઇટલ  જીતનાર ચૅમ્પિયન ખેલાડીને (પુરુષ, મહિલા દરેકને) ર૬ લાખ ડૉલર (અંદાજે ૨૧ કરોડ રૂપિયા) મળશે.

યુએસ ઓપનના આયોજકો દ્વારા પહેલી વાર આ સ્પર્ધા માટેની કુલ ઇનામી રકમનો આંકડો કુલ ૬ કરોડ ડૉલર (આશરે ૪૭૯ કરોડ રૂપિયા) ઉપર પહોંચાડવામાં આવ્યો છે.

 

કોને કેટલી રકમ મળશે?

સિંગલ્સના ચૅમ્પિયનને : ર૬ લાખ

ડૉલર (૨૧ કરોડ રૂપિયા)

સિંગલ્સના રનર-અપને : ૧૩ લાખ

ડૉલર (૧૦.૫૦ કરોડ રૂપિયા)

સેમી ફાઈનલિસ્ટને : ૭,૦૫ લાખ

ડોલર (૫.૬૩ કરોડ રૂપિયા)

ક્વૉર્ટર ફાઇનલિસ્ટને : ૪.૪૫ લાખ

ડૉલર (૩.૫૬ કરોડ રૂપિયા)

બીજા રાઉન્ડમાં પહોંચનારને : ૧.૨૧

લાખ ડૉલર (૯૭ લાખ રૂપિયા)

પ્રથમ રાઉન્ડ રમવા બદલ : ૮૦,૦૦૦

ડૉલર (૬૪ લાખ રૂપિયા)

 

(2:15 pm IST)