Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

દિવ્‍યાંગ નેશનલ ક્રિકેટર રાજાબાબુની દુર્દશાઃઇ-રીક્ષા ચલાવી રહ્યા છે

વી દિલ્‍હીઃ પ્રતિભા અને જ્ઞાન ધરાવતા લોકોએ એવી નોકરીઓનો આશરો લેવો પડે છે જે તેમના માટે નથી અને તે ખરેખર હૃદયદ્રાવક હોય છે. એક સ્‍પેશિયલી-એબલ્‍ડ દિવ્‍યાંગ ક્રિકેટર, રાજા બાબુએ ૨૦૧૭માં દિલ્‍હી સામે રાષ્‍ટ્રીયસ્‍તરની ટૂર્નામેન્‍ટમાં ઉત્તર પ્રદેશ માટે ૨૦ બોલમાં  ૬૭ રન બનાવ્‍યા અને હવે તે ઇ-રીક્ષા ચલાવી રહ્યો છે. આજીવિકા માટે તે ગાઝિયાબાદમાં દૂધ પણ વેચે છે. મેરઠમાં અડધી સદી ફટકારનાર આ વ્‍યકિત ‘હોંસલાની ઉડાન' તરીકે પણ ઓળખાય છે. આ સિધ્‍ધિ માટે બાબુની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેમને રમત ગમત દ્વારા ઇનામ આપવાનું વચન આપવામાં આવ્‍યું હતું. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, એક સ્‍થાનિક બિઝનેસમેન પણ આગળ આવ્‍યો અને તેણે ક્રિકેટરને એક ઇ- રિક્ષા ગિફટ કરી, જેનો ઉપયોગ રાજા હવે પોતાની આજીવિકા માટે કરી રહ્યા છે.

ંકોરોનાએ રાજાની ક્રિકટ કારકિર્દીને બરબાદ કરી દીધી. દિવ્‍યાંગ ક્રિકેટ એસોસિએશન (ડીસીએ), એક સખાવતી સંસ્‍થા કે જેણે રાજ્‍યમાં વિકલાંગ ક્રિકેટરોને ટેકો આપ્‍યો હતો. તે ભંડોળની અછતને કારણે રાજા જેવા લોકોને સમર્થન આપી શક્‍યું નથી. રાજાએ કહ્યું. એણે ખરેખર અમારી કમર ભાંગી નાખી. શરૂઆતના થોડા મહિનાઓ સુધી, મે ગાઝિયાબાદની  શેરીઓમાં દૂધ વેચ્‍યું અને ઇ-રિક્ષા ચલાવી, મારી ટીમના બાકીના સાથીઓ તે સમય દરમિયાન મેરઠના ‘દિવ્‍યાંગ ઢાબા'માં ડિલિવરી એજન્‍ટ અને વેઇટર તરીકે કામ કરતા હતા.તેને ઢાબા એસોસિએશન (ડીસીએ)ના સ્‍થાપક અને કોચ અમિત શર્માએ ખોલ્‍યું હતું.

૩૧ વર્ષીય રાજા હવે દિવસમાં ૧૦-૧૨ કલાક ઇ-રિક્ષા ચલાવે છે અને ભાગ્‍યે જ રોજના ૨૦૦-૩૦૦ રૂપિયા કમાય છે. આ પૈસાથી તે પોતાની પત્‍ની અને બાળકોનું ભરણપોષણ કરે છે. રાજાએ કહ્યું, હું બહેરામપુર અને વિજયનગર વચ્‍ચે દિવસમાં લગભગ ૧૦ કલાક ઇ-રિક્ષા ચલાવું છું જેથી હું માત્ર ૨૫૦-૩૦૦ રૂપિયા કમાઇ શકું, હું ભાગ્‍યે જ ઘર ખર્ચ કાઢી શકું છું અને મારા બાળકોના શિક્ષણ માટે કંઇ બચ્‍યું નથી. દિવ્‍યાંગો માટે ભાગ્‍યે જ રોજગારીની તકો છે. ભલે રાજા માટે અત્‍યારે વસ્‍તુઓ ખરાબ રહી  તે ભવિષ્‍ય વિશે આશાવાદી છે. 

(3:34 pm IST)