Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ભારત-પાક. મુકાબલાની ટિકિટો બ્‍લેકમાં રૂ. ૧.૨૦ લાખમાં વેચાઇ રહી છેઃ દુબઇ પોલીસે કહ્યું નકલી ટિકિટો ઓળખવા સ્‍માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

નવી દિલ્‍હી : એશિયા કપમાં ૨૮ ઓગષ્‍ટે યોજાનારી ભારત-પાકિસ્‍તાન મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.  આ મેચની તમામ ટિકિટો માત્ર ત્રણ કલાકમાં જ વહેચાઇ ગઇ હતી.

 હવે આ મેચની એક ટિકિટ બ્‍લેકમાં ૫,૫૦૦ દિરહામ (લગભગ ૧.૨૦ લાખ રૂપિયામાં વેચાઇ રહી છે, જયારે આ ટિકિટની વાસ્‍તવિક કિંમત ૫૪ હજાર રૂપિયા છે. ત્‍યારે એશિયા કપ ટિકિટિંગ પાર્ટનર ‘પ્‍લેટિનમ લિસ્‍ટ'એ કહ્યું કે ટિકિટનું આ પ્રકારનું વેચાણ ગેરકાયદેસર છે. લોકોએ ધ્‍યાનમાં રાખવું પડશે કે સ્‍ટેડિયમમાં પ્રવેશ દરમ્‍યાન આવી ટિકિટો, જે અન્‍ય કોઇપણ માધ્‍યમથી ખરીદવામાં આવી હોય, તેને અમાન્‍ય જાહેર કરી શકાય છે.

દુબઇ પોલીસના ઓપરેશન અફેર્સ દ્વારા એક નિવેદનમાં જાણવા મળ્‍યુ છે કે નકલી ટિકિટોને ઓળખવા માટે સ્‍માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.  દુબઇ પોલીસના કાર્યકારી સહાયક કમાન્‍ડર બ્રિગેડિયર રશીદ ખલીફા અલ  ફલાસીએ સ્‍પષ્‍ટતા કરી છે કે મેચો દરમ્‍યાન મહત્તમ સુરક્ષા પૂરી પાડવા માટે તમામ યોગ્‍ય ધોરણોનું પાલન કરવામાં આવશે. અન્‍ય સુરક્ષા પગલાઓમાં દુબઇ પોલીસ દ્વારા હાથ ધરવામા આવેલ એક વિશેષ સુરક્ષા પગલા સ્‍થાનિક લોકોને શિક્ષિત કરવા માટે છે. સ્‍ટેડિયમમાં રમત જોવા આવતા લોકોને બેઝિક અવેરનેસ અને સેફટી પ્રોટોકોલ શીખવવામાં આવશે.

(3:36 pm IST)