Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ઇંગ્‍લેન્‍ડને હરાવતા વર્લ્ડ ટેસ્‍ટ ચેમ્‍પીયનશીપમાં દક્ષિણ આફ્રિકા ટોચ ઉપરઃ ભારત ચોથા સ્‍થાને

નવીદિલ્‍હીઃ ઇંગ્‍લેન્‍ડને તેની જ ધરતી ઉપર હરાવી આફ્રિકા વર્લ્ડ ટેસ્‍ટ ચેમ્‍પીયનશીપમાં ટોચના સ્‍થાને પહોંચી ગયું છે.

જો ભારતીય ટીમની વાત કરીએ તો ભારત વર્તમાન WTC પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાથી પાછળ છે.  ભારતની જીતની ટકાવારી 52.08 છે.  ભારતે અત્યાર સુધીમાં 12 ટેસ્ટ મેચોમાંથી 6 જીતી છે, 4માં હાર અને 2 મેચ ડ્રો થઈ છે.  આ સિવાય પાકિસ્તાન (51.85 ટકા જીતવાની ટકાવારી) પાંચમા સ્થાને છે.  ભારત પાસે હવે વધુ ટેસ્ટ મેચ બાકી નથી.  ટીમ ઈન્ડિયા હવે વર્લ્ડ કપ બાદ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમશે.

(3:51 pm IST)