Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી ભાજપ વિરુદ્ધ આપ વચ્ચે લડાશે: મારા પરિવારને કોઈ હેરાનગતિ નહીં કરવા માટે સીબીઆઇનો આભાર: અમારી ઉપર દરોડા ના ઓર્ડર ઉપરથી મળે છે: મનીષ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી બનીશ સિસોદિયાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં છે અને મારી પણ બે ત્રણ દિવસમાં ધરપકડ થશે. શિક્ષણ અને હેલ્થ ક્ષેત્રે કામકાજ બંધ કરાવી દેવાનું આ કાવતરું છે. 

શ્રી સિસોદિયાએ જણાવેલ કે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી આપ વિરુદ્ધ ભાજપ એટલે કે મોદી વિરુદ્ધ કેજરીવાલ વચ્ચે લડાશે. 

દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહેલ કે સીબીઆઈને અમારા ઉપર દરોડા પાડવાના હુકમો ઉપરથી મળે છે, તેમનો આભાર માનું છું કે મારા પરિવારને કોઈ જ હાનિ કે અગવડ પહોંચાડી નથી.

(4:27 pm IST)