Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

દેશની અદાલતોમાં પેન્‍ડીંગ કેસોની સંખ્‍યા ૫ કરોડે પહોંચીઃ ૫૦ કેસનો નિકાલ થાય તો ૧૦૦ નવા કેસ દાખલ થઇ જાય છેઃ લોકો હવે જાગૃત થઇ ગયા છેઃ કિરન રિજ્જિ

વી દિલ્‍હીઃ ભારતના કાનૂન મંત્રી કિરેન રીજ્જિૂએ પેન્‍ડીંગ કેસોની સંખ્‍યા પાંચ કરોડની નજકી પહોંચવાની વચ્‍ચે કહ્યું કે, જો કોઇ ન્‍યાયાધીશ ૫૦ કેસનું નિવારણ લાવે છે. તો સામે ૧૦૦ નવા કેસ દાખલ થઇ જાય છે. કારણ કે, લોકો હવે વધારે જાગૃત થઇ રહ્યા છે અને તે વિવાદોનું નિવારણ લાવવા માટે કોર્ટમાં પહોંચી રહ્યા છે. રીજ્જિૂએ રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં સશસ્‍ત્ર દળ ન્‍યાયાધિકરણના કામકાજ પરના એક સંમેલનને સંબોધન કરતા કહ્યું કે, સરકાર કોર્ટમાં પેન્‍ડીંગ કેસને ઘટાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.

કાયદામંત્રી કહ્યું કે, મધ્‍યસ્‍થતા પર પ્રસ્‍તાવિત કાયદાથી વૈકલ્‍પિક વિવાદ સમાધાન તંત્ર પર રીજ્જિૂએ કહ્યું કે ભારત અને અન્‍ય દેશોમાં અટવાયેલા કેસોની કોઇ સરખામણી થવી જોઇએ નહીં. કારણ કે આપણી સમસ્‍યા અલગ છે. તેમણે કહ્યું કે અમુક દેશ એવા પણ છે, જેમની વસ્‍તી પાંચ કરોડ પણ નથી, જયારે ભારતમાં પેન્‍ડીૅગ કેસની સંખ્‍યા પાંચ કરોડની આસપાસ છે. તેમણે ભરોસો અપાવ્‍યો છે કે તેમનું મંત્રાલય ત્‍વરિત ન્‍યાય આપવામાં દરેક સંભવ મદદ કરશે. નિચલી કોર્ટમાં ચાર કરોડથી વધારે અને હાઇકોર્ટમાં ૭૨,૦૦૦થી વધારે કેસ હાલમાં પેન્‍ડીંગ છે.

(5:14 pm IST)